આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
મહાન સાધ્વીઓ

અંતરમાં ભાવોચ્છ્વાસ જગાડતી નહિ ત્યાંસુધી પોશાક બદલવા સારૂ હું ઘરમાં જતી નહિ. x x ઈસુ ખ્રિસ્ત ઇશ્વર છે. આપણી મુક્તિને સારૂ એમણે અવતાર લીધો છે, ખ્રિસ્તના રક્તથી આપણી મુક્તિ છે” એવા પ્રકારનો વિશ્વાસ મારા અંતરમાં ઠસી ગયો હતો.”

“પરંતુ એ સમયમાં મારા મનમાં એક ઉંડો વિચાર ઉપન્ન થયો, એ વિચારે મારા આખા સ્વભાવને ઉલટ પાલટ કરી નાખ્યો. મનમાં પ્રશ્ન ઉભો થયો કે, ઈસુ ખ્રિસ્તની અલૌકિક લીલાઓની વાતો શું સાચી છે ? શું એવું બનવું સંભવિત છે ?”

એક રવિવારનો દિવસ હતો. રાત્રિનો કાળ હતો, ટાઢ ખૂબ પડતી હતી; તે સમયે કુમારી કૉબ, તેમનાં માતા અને એક દાસી સઘડીની પાસે બેસી રહ્યાં હતાં. કુમારી કૉબના પિતાજી એક ઉપદેશ વાંચી રહ્યા હતા. ઉપદેશ ઈસુ ખ્રિસ્તની રોટલીના ચમત્કારસંબંધી હતો. સુશિક્ષિત કુમારી કૉબ બાઈબલમાં લખેલા એ બનાવને કદી પણ સાચો ગણી શક્યાં નહિ. એવી રીતે ધીમે ધીમે બાઈબલની બધી ચમત્કારી ઘટનાઓ બાબત એમને સંદેહ ઉપજ્યો. એ ધર્મશાસ્ત્રને લગતા પુષ્કળ ગ્રંથો વાંચતાં; દર્શનવિજ્ઞાનની આલોચન કરતાં, પરંતુ એથી શું ? એથી તો સંશય દૂર થવાને બદલે ઉલટો વધવા લાગ્યો. ઈસુ ખ્રિસ્ત મનુષ્યોનો પાપમાંથી ઉદ્ધાર કરી શકે એ વિશ્વાસ પણ એમના હૃદયમાં જામી શક્યો નહિ. નદીનો કાંઠો જ્યારે તૂટવા માંડે છે ત્યારે પછી એનો પાર રહેતો નથી, એકે એક ભેખડો તૂટતી જાય છે. તે જ પ્રમાણે મનુષ્યનો વિશ્વાસ પણ જ્યારે તૂટવા માંડે છે, ત્યારે એ ક્યાં જઈને અટકશે એ કાંઈ કહી શકાતું નથી. કુમારી કૉબનો ધર્મવિશ્વાસ તૂટવા માંડ્યો. તૂટતાં તૂટતાં એવી સ્થિતિ આવી પંહોચી, કે પરકાળ વિશે તેમને સંશય ઉપજ્યો; ઈશ્વરની વાણી સાંભળી શકાય છે, ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે, એ બધી બાબતો ઉપર પણ તેમના મનમાં સંશય ઉત્પન્ન થયો. એ અજ્ઞેયવાદી થઈ ગયાં.

કુમારી કૉબની તરુણવયમાં જો ભક્તિનો એક સરળ અને સ્વાભાવિક ભાવ એમના મનમાં વિકસિત ન થયો હોત, જો એમણે ઈશ્વરના સૌંદર્ય અને માધુર્યનો તથા ઉપાસનાની મધુરતાનો સ્વાદ ન ચાખ્યો હોત, તો એ પણ પૃથ્વીના હજારો નાસ્તિકોની પેઠે પાંડિત્યના નશામાં છકી જઈને પોતાનો કાળ નિર્ગમન કરી શકત; પરંતુ એથી અંતરમાં સાચો આનંદ ક્યાંથી આવે ? શાંતિ ક્યાંથી