આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫
સાધ્વી કૉબ

ઉદ્દેશ હતો. એ માણસે પોતાના જીવનની છેલ્લી ઘડીએ મને એક પ્રાર્થના કરવાનો આગ્રહ કર્યો. મેં તે પ્રમાણે પ્રાર્થના કરી.”

“જે ધર્મવિશ્વાસથી મારું હૃદય ઉજજવળ થઈ ગયું', તે ધર્મ. સંબંધી હવે પુષ્કળ ગ્રંથ વાંચવાના મેં આરંભ કર્યો. મેં જેટલાં પુસ્તકો વાંચ્યાં તેમાં થિયોડર પાર્કરનું લખેલું ‘ધર્મ વિષે વિવેચન' પુસ્તક સર્વથી શ્રેષ્ઠ હતું. એ ગ્રંથ મારા જીવનમાં પરિવર્તન કરવામાં પરમ સહાયભૂત બન્યો હતો. એ ગ્રંથ વાંચ્યાથી મને કેટલો બધો આનંદ પ્રાપ્ત થયેા હતો, તેનું વર્ણન કેવી રીતે કરું ? પાર્કરનો ગ્રંથ વાંચીને હું ઉત્તમરૂપે સમજી શકી કે, ઈશ્વર મંગલમય છે, ઈશ્વરની આજ્ઞા એ સ્વાભાવિક છે અને એમાં અલૌકિક બનાવ કાંઈ પણ નથી. એ વખતથી હું ખુલ્લી રીતે પ્રચાર કરવા લાગી કે, હું એકેશ્વરવાદી છું."

ગ્રીષ્મના પ્રચંડ તાપથી પર્વતની નદીઓની ધારા સૂકાઇ જાય છે અને વિશાળ પટ રેતીથી ભરાઈ જાય છે; પરંતુ જ્યારે પર્વતપરથી વૃષ્ટિનો જલપ્રવાહ નીચે આવે છે, ત્યારે એ જ નદીઓ પુષ્કળ પાણીથી ભરાઈ જાય છે, તેમનું સૌંદર્ય પાછું આવે છે, તેમના વિશાળ પટ ઉપર તરંગો ઉછળી રહે છે, તેમના પ્રવાહ ઉપર થઈને હોડીઓ ચાલી જાય છે. અવિશ્વાસના પ્રખર તાપથી કુમારી કૉબની જીવનનદી એકદમ સૂકાઈ ગઈ હતી, તેમાં અશાંતિરૂપી રેતીની ઝાળો ઉઠી રહી હતી, પરંતુ હવે તે જીવનતરંગિણીમાં સ્વર્ગમાંથી વિશ્વાસનો પ્રવાહ આવીને મળી ગયો. હવે એમાં ભાવનો તરંગ ઉઠ્યો. કુમારી કૉબ અનેક સંગ્રામ પછી ઈશ્વરની પાસેથી સાક્ષાત્ ભાવે સત્ય પ્રાપ્ત કરીને પરિતૃપ્ત થયાં, વિશ્વાસ પ્રાપ્ત કરીને કૃતાર્થ થયાં. હવે એમને અશાંતિ ક્યાંથી હોય ?

ધર્મશીલા સાધ્વીનો આંતરિક સંગ્રામ શમી ગયો અને ઉકળેલું હ્રદય ઠંડું થયું, એ વાત ખરી; પણ હવે એમના બહારના સંગ્રામ શરૂ થયા. તેમના પિતાને ખબર પડી કે, છોકરીને હવે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ નથી, એ બ્રહ્મવાદિની થઈ છે. એકમાત્ર જ્ઞાનમય, પ્રેમમય, અનંતસ્વરૂપ ઈશ્વરજ તેનો ઉપાસ્ય દેવતા છે; એ વખતે એમના પિતાને જે કલેશ ઉત્પન્ન થયો હશે તેનું વર્ણન કોણ કરી શકે ? તેમણે કન્યાનો ધર્મ મત બદલાવવા ઘણોએ પ્રયત્ન કર્યો, પરંતુ તે વ્યર્થ ગયો. હવે એમણે પુત્રીને સ્પષ્ટ કહી દીધું કે, તું પિતાના ધર્મ ઉપર વિશ્વાસ રાખતી નથી, એટલા સારૂ