આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
સાધ્વી ક્લેરા

એ પ્રભુને ચાહતાં શીખ્યાં હતાં.

યૌવનના આરંભકાળમાંજ તેમણે સાંભળ્યું હતું કે, પોતાનાજ શહેરમાં ફ્રાન્સિસ નામના એક મહાત્માએ યશ અને ધનનો ત્યાગ કરી ફકીરી ધારણ કરીને ભગવાનને આત્મસમર્પણ કર્યું છે. એ વખતથીજ એ મહાપુરુષનાં દર્શન કરવાને ક્લેરા આકુળ વ્યાકુળ થયાં. ભગવાને એ સુયોગ પણ જલદી સાધી આપ્યો. ફ્રાન્સિસની સાથે ક્લેરાનો મેળાપ થયો. ક્લેરાએ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. ફ્રાન્સિસે શિષ્યાને ધર્મનું રહસ્ય સમજાવ્યું અને ભગવત્પ્રાપ્તિનાં સાધનો તથા યોગપદ્ધતિનું શિક્ષણ આપવા માંડ્યું. પોતે પણ ધર્મની સાધના સારૂ કઠણ તપ કરતા હતા. ધર્મ સાધનામાં સિદ્ધિ મેળવ્યાથી ભગવાનની કરુણા કેવી રીતે મેળવાય છે, એ બધું સાધુ ફ્રાન્સિસે એમને પેાતાના ઉપદેશ અને આચરણદ્વારા સમજાવ્યું.

શિષ્યા ક્લેરાને પણ હવે ભગવચિંતન અને ધ્યાન સિવાય બીજુ કાંઇ કામ રહ્યું નહિ. ધર્મનુ ચિંતન કરીને એ સદા સંસારની અનિત્યતાના વિચાર હૃદયમાં ઠસાવવા લાગ્યાં. ભગવાનની લીલા જોઈ પ્રભુના ધ્યાનમાંજ એમને આનંદનો અનુભવ થવા લાગ્યો. એમને ખાત્રી થઈ કે, સંસારનું સુખદુ:ખ ચાર દિવસનું છે. એ ચિરસ્થાયી નથી. ભોગવિલાસથી ખરો આનંદ કદી મળતો નથી. સુખપ્રાપ્તિનું એકમાત્ર સાધન ત્યાગ છે. સુખ અને દુઃખની પેલી પાર જઈને નિત્યાનંદને વરવું હોય તો એનો એકમાત્ર ઉપાય છે ત્યાગ. ત્યાગદ્વારાજ એ સચ્ચિદાનંદને પ્રાપ્ત કરી શકાય છે. આપણા ભારતવર્ષના ઋષિઓ પણ એજ વાણી ઉચ્ચારી ગયા છે.

ક્લેરાની વય એ સમયે કેવળ અઢાર વર્ષની હતી. યૌવનના આંગણામાં હમણાંજ પગ મૂક્યા હતા. એ ઉંમરેજ તેમણે સંસારનો ત્યાગ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો અને માતપિતા, ધનસંપત્તિ બધાનો ત્યાગ કરીને ફ્રાન્સિસના મઠમાં પ્રવેશ કર્યો. ફ્રાન્સિસે એમના કાર્યથી સંતુષ્ટ થઇને થોડા દિવસ સારૂ એમને સ્ત્રીઓના મઠમાં રાખ્યાં. ક્લેરાનાં માતપિતાએ તેમને રાજ મહેલ જેવી પેાતાની હવેલીમાં આવી રહેવા માટે ઘણીએ વિનતિ કરી, પણ ધર્મના વિમળ આનંદનો સ્વાદ એક વાર ચાખેલો હોવાથી - હરિરસસુધાનું પાન કરેલું હોવાથી સંસારસુખના મોહમાં ફસાવાનું તેમણે જરાયે પસંદ કર્યું નહિ. શ્રીહરિનું નામ દઈને પોતાનાં સઘળાં સુખવૈભવનો ત્યાગ કરી એમણે સદાને માટે દરિદ્રતા