આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
મહાન સાધ્વીઓ

મિલ્કત તેને પાછી સોંપી દીધી; એટલું જ નહિ પણ તેને પોતાનો મંત્રી નીમીને પિતાના પાપ અને અન્યાયી આચરણનું પ્રાયશ્ચિત્ત કર્યું. હસન ઘણી હોંશિયારીસહિત રાજ્યતંત્ર ચલાવવા લાગ્યો. વિદ્યા, બુદ્ધિ અને ખંતને લીધે એ પોતાના સમયમાં એક પ્રવીણ અમલદાર ગણાવા લાગ્યો. તેણે દશ વર્ષ સુધી ખલિફા મેહદીનું મંત્રીપણું કર્યું હતું. ૧૬૮ માં ખલિફા મેહદી હજ્જ કરવા સારૂ ગયા ત્યારે વૃદ્ધ હસન પણ તેની સાથે ગયા; પરંતુ રસ્તામાં હાજર નામના સ્થળે ૮૫ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું.

પિતા વિનાની થઇને સૈયદા નફસિયા સ્વામીની સાથે મિસર દેશમાં ગઈ. ત્યાંજ એણે બાકીનું જીવન ગાળ્યું.

મિસરમાં પગ મૂકતાંજ ત્યાંના લોકોને સૈયદાના ગુણોનો પરિચય મળ્યો અને ઘેરે ઘેર તેનાં વખાણ થવા લાગ્યાં. વળી તે છેલ્લા પેગંબરનાં વંશજ હોવાથી લોકો એમને ઘણું માન આપવા લાગ્યા.

મિસરના રાજ્યકર્તાએ સૈયદાના પતિને માસિક પગાર બાંધી આપીને તેના પ્રત્યે ભક્તિ પ્રગટ કરી. તે ઉપરાંત સૈયદાના પિતાએ મૂકેલી સંપત્તિ પણ ખલિફાએ તેની પાસે મોકલી આપી. એ મોટી મિલ્કત મળ્યાથી એ દંપતીની આર્થિક દશા એકદમ સુધરી ગઈ. તેઓ ધનવાન થઈ ગયાં, પરંતુ હૃદયમાં ઉચ્ચ પ્રકારનો ધર્મભાવ રહેલો હોવાથી તેમણે પોતાના દીન વેશનો ત્યાગ કર્યો નહિ. ધનદ્વારા તેઓ દરિદ્ર, ભિખારી, અનાથ અને વિધવાઓની સેવા કરવા લાગ્યાં. એમની એ દયા અને ઉદારતાથી આખા શહેરમાં ખુશી ફેલાઈ ગઈ.

ઇમામ શાફી જેટલા દિવસ મિસરમાં રહ્યા તેટલા દિવસ તે સૈયદાની પાસે આવીને હદીસ સાંભળતા. ઈમામ શાફી એ સમયમાં અદ્વિતીય વિદ્વાન ગણાતા હતા, છતાં તેઓ પણ સૈયદાના ઉપદેશામૃતનું પાન કરવા સદા ઉત્કંઠિત રહેતા.

હજરત સૈયદા નફસિયા ઉપર ઇમામ શાફિને એટલી બધી ભક્તિ હતી કે સન ૨૦૪ માં જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘‘મારું મૃત્યુ થાય ત્યારે શહેરનો સુબો મને સ્નાન કરાવે અને સૈયદા નફસિયા મારો જનાઝો ભણે, અને એજ મારા છેવટના સંસ્કાર કરે. આ ઉપરથી જણાઇ આવે છે કે, એ સમયમાં સૈયદાનું ગૌરવ કેટલું હતું.

હિ. સ. ૨૦૮ ના રમઝાન મહિનામાં ૭૪ વર્ષની વયે એ