આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

साध्वी एनिटा


ઇટલીના ઉદ્ધારકર્તા મહાત્મા ગેરિબાલ્ડીના નામથી કોણ અજાણ્યું હશે ? એમની દેશભક્તિ તથા સ્વદેશપ્રેમની ખ્યાતિ આખી દુનિયામાં છે. બુદ્ધિમતી એનિટા એજ મહાપુરુષની સહધર્મિણી હતી. ઓગણીસમી સદીની યુરોપીય સન્નારીઓમાં એ સર્વશ્રેષ્ઠ હતી. પોતાના સમયની એ આદર્શ સ્ત્રી હતી. ગેરિબાલ્ડીની સાથે એનાં લગ્ન કોઈ દેવળમાં નહોતાં થયાં; છતાં ગેરિબાલ્ડીની એ આદર્શ પત્ની હતી. આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે કે, સ્ત્રીએ છાયાની પેઠે પતિને અનુસરવું જોઈએ. આર્ય સ્ત્રીનો એ આદર્શ એનિટાના જીવનના પ્રત્યેક કાર્યમાં, તેના પ્રત્યેક ભાવમાં પ્રકટ થતો હતો. ગેરિબાલ્ડીને પરણ્યા પછી તે છેક મૃત્યુપર્યંત એ વીર સન્નારી ઘરમાં કે બહાર, જંગલોમાં કે બાગબગીચામાં, રણભૂમિમાં કે ઘરની શીતળ છાયામાં, જળમાં કે સ્થળમાં, પાયદળ કે ઘોડાની પીઠ ઉપર, પહાડ ઉપર કે નદીના ઊંડા પાણીમાં, રાત્રે કે દહાડે, આરોગ્ય દશામાં કે મંદવાડમાં, ફૂલશય્યામાં કે મૃત્યુશય્યામાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર છાયાની પેઠે પતિની સાથે રહી હતી. પરતંત્રતાની બેડીમાં ફસાયેલા ઈટલીનો ઉદ્ધાર કરવા ખાતર જાણે ગરિબાલ્ડીની મદદ સારૂ મહાશક્તિએ પોતાનાજ એક અંશવડે એનિટાની ઉત્પત્તિ કરી હોય એમ લાગતું હતું.

વિધાતાએ એનિટાને ગેરિબાલ્ડી સારૂ રચી હતી અને ગેરિબાલ્ડીને એનિટાને સારૂ સર્જ્યો હતો, વિધાતાએજ બન્નેનો મેળાપ કરાવ્યો હતો. એમની પ્રથમ મુલાકાતનો વૃત્તાંત ઘણા રોચક છે. એક વાર ગેરિબાલ્ડી ‘રાઓપાર્ડો’ નામના વહાણમાં બેસીને બ્રેઝિલના લડાયક વહાણ ઉપર હુમલો કરવા જઈ રહ્યો હતો, રસ્તામાં અચાનક આંધી ચઢી આવી અને એમનું વહાણ ડૂબવા લાગ્યું. એ વહાણમાં ત્રીસ માણસો હતાં. એમાંથી સોળ તો ડૂબી મર્યા અને બાકીનાં ચૌદ વીરતાથી તરીને એ વિપત્તિમાંથી બચી ગયાં તથા