આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
મહાન સાધ્વીઓ

હતો. તેથી ઘેાડો ઘણી સાવધાનીથી એક એક પગલું આગળ વધતો હતો. એમ છતાં પણ થોડે દૂર ગયા પછી તેનો પગ સરકી પડ્યો અને એનિટા તથા તેના બાળક સહિત નીચે પડી ગયો. એથી બાળકના માથામાં ઘા થયો અને માથું એક સ્થાનેથી ફાટી ગયું. તાત્કાલિક તે એ બાબત ઉપર કાંઈ પણ લક્ષ્ય આપી શકી નહિ. ત્યાં આગળ વિસામો ખાવાનું કોઈ સ્થાન નહિ હોવાથી એનિટા ઘોડા ઉપર પાછી સવાર થઈ અને નવકુમારને એવી સાવધાનીથી પેાતાના ખેાળામાં લીધો કે ઘોડા ઉપરથી ફરીને પડી જવાનો અને વાગવાનો સંભવજ રહે નહિ. વફાદાર ઘોડો પાછો બન્નેને લઇને ચાલવા લાગ્યો. થોડેક દૂર ગયા પછી એનિટાએ મેન્ટિમિરિયોના સૈનિકોનું એક લશ્કર જોયું અને ગેગરિબાલ્ડી એમાં અવશ્ય હશે, એમ ધારીને તેણે ઘેાડાને રોક્યો. એ સૈન્ય સેઇન્ટ સાઈમનની તરફથી આવી રહ્યું હતું અને ગેરિબાલ્ડી પોતાની ધર્મપત્નીને તેડી લાવવા સારૂ સૈન્યસહિત જઈ રહ્યા હતા. થોડીજ વારમાં સાગર અને સરિતાનું મિલન થયું. બંનેનાં હૃદય ઉલ્લસિત થયાં અને તેમણે ગુપ્તરૂપે એકબીજાને આલિંગન દીધું. એનિટાના ખોળામાં બાળકને જોતાં ગેરિબાલ્ડીના હર્ષનો પાર રહ્યો નહિ. એ બાળકનો હમણાંજ એક ઘાતમાંથી અણધારી રીતે બચાવ થયો છે, એ જાણતાં એના આનંદ અને વિસ્મયનો પાર રહ્યો નહિ.

પરંતુ એનિટાઓ જન્મ દુઃખ ભોગવવાને માટેજ થયો હતો, એટલે એનાં કષ્ટોનો પાર આટલેથી આવ્યો નહિ. મેંટિમિરિયો સેના બ્રેઝિલની સેનાથી ટેરિફામાં હાર ખાઈને સેઈન્ટ સાઇમનથી મેંટિમિરિયેાની તરફ નાસી રહી હતી. એ સેનામાં ગેરિબાલ્ડી સહાયક સેનાપતિના પદ ઉપર હોવાથી, લશ્કર છોડીને જવાનો અધિકાર એમને નહોતો; એટલે ગેરિબાલ્ડીને પોતાના નવજાત– બાળક તથા સ્ત્રીને સાથે લઈને સેનાની પાછળ પાછળ જવું પડ્યું.વરસાદ જોરમાં વરસી રહ્યો હતો, વળી રસ્તો પહાડો અને જંગલોમાં થઈને જતો હતો. એનિટાને પણ પોતાના બાળકને લઇને સૈનિકોની સાથે ઘેાડાની પીઠ ઉપર બેસીને રવાના થવું પડ્યું. એ ઘાડા જંગલમાં સૂર્યનાં કિરણ કદી પ્રવેશ કરી શકતાં નહોતાં. એ જંગલના ઘોર અંધકારને ભેદી એ પરાજિત સૈન્ય નાસવા લાગ્યું. હિંસક જંતુઓના વિકટ શબ્દથી એ વનની શાંતિનો કોઈ કોઈ વાર ભંગ થતો હતો. જે નદીઓ પહાડોના શિખરમાંથી નીકળી