આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯
સાધ્વી એનિટા

જંગલોને ભેદીને સમુદ્રની તરફ વહેતી હતી, તેમાં વરસાદનું પાણી ભળ્યાથી તે એવા જોશથી વહેતી હતી કે એમને પાર કરવાનું કામ ઘણુંજ વસમું થઈ પડ્યું હતું. એને લીધે મેંટિમિરિયો સૈનિકોને એ જોરાવર વહેળાંની વચમાં બેએક દિવસ રોકાઈ જવું પડ્યું. આનું પરિણામ ઘણું જ દુઃખદાયક આવ્યું. શત્રુઓની ગોળીઓ તથા તલવારથી ગેરિબાલ્ડીની સેનાની જેટલી હાનિ થઈ હતી તેના કરતાં ઘણું વધારે પ્રમાણમાં આ વનયાત્રામાં ભૂખમરાને લીધે થઈ. અનાહાર, અનિદ્રા અને વિશ્રામના અભાવને લીધે એટલાં બધાં માણસો માર્યાં ગયાં કે સૈન્ય જ્યારે બહાર નીકળ્યું ત્યારેજ ખબર પડી કે, લગભગ બધી સ્ત્રીઓ અને બાળકો નાશ પામ્યાં હતાં.

એ સમયે ગેરિબાલ્ડીના પુત્ર મિનોતીની ઉંમર કેવળ એક મહીનાની હતી. કોઈને સ્વપ્નમાં પણ વિશ્વાસ નહોતો કે, આવી કષ્ટજનક મુસાફરીમાં એ નિર્વિઘ્ન પાર ઉતરશે; પરંતુ કોઈ ભાગ્યબળને લીધે એનિટા આજે આટલાં વિઘ્નોમાંથી પણ સહીસલામત બહાર નીકળી આવી. સ્નેહમયી સાહસી એનિટાએ આ દુર્ગમ માર્ગમાં લગભગ બધે સ્થાને નવકુમારને પોતાના ખોળામાં લઈને કદી ઘોડા ઉપર તો કદી પગે ચાલીને મુસાફરી કરી હતી. વેગવંતી નદીને ઓળંગવાનો પ્રસંગ આવ્યો ત્યારેજ એણે પુત્રને પતિના હાથમાં સોંપ્યો હતો. ગેરિબાલ્ડી પુત્રને રૂમાલમાં બાંધીને અને એ રૂમાલની ઝોળી ગળામાં લટકાવીને પાણીમાં તરતા હતા. એ પહાડી નદીઓમાં બરફ પીગળી જવાથી પાણી એટલું ઠંડુ થઈ ગયું હતું કે ગેરિબાલ્ડીને એવી બીક લાગતી હતી કે, રખે આ ઠંડા પાણીથી બાળકનું લોહી ફરતું બંધ થઈ જઇ રસ્તામાંજ એના રામ રમી જાય. આથીજ એ એને ગરમ રાખવાને બનતા ઉપાય કરતા હતા. ઘોડો મરી જવાથી આ દુર્ગમ રસ્તામાં ચાલવું વધારે અઘરૂં થઈ પડ્યું હતું. જે રસ્તાઓમાં ઘેાડા પણ મરણ પામ્યા હતા, તેજ માર્ગોનું કષ્ટ મનુષ્યો કેવી રીતે સહન કરી શકે ? એથી પછી ગેરિબાલ્ડીએ એનિટા અને પુત્રને એક ભોમિયા સાથે સેનાની આગળ મોકલી દીધાં. કેમકે બધાની સાથે જવામાં વધારે વખત જઇ બધા ઘોડા મરી જાય તોપણ આશ્ચર્યું નહોતું. એનિટા એ ભોમિયાની સાથે નિર્વિઘ્ને જગલમાંથી બહાર નીકળી અને દેવદારના બનાવેલા એક સૈન્યવાસમાં આશ્રય લીધો. ત્યાં આગળ