આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
કેરોલીન હર્શેલ

પોતાના પેટ માટે પોતાના ભાઈ ઉપર આધાર રાખવાની તેને જરૂર રહી નહિ. પરંતુ તે વખતે ઇંગ્લઁડના રાજાઓમાં પણ આપણા દેશના રજવાડા પ્રમાણે વિદ્યાની આસ્થા ઓછી હોવાથી, તેનો પગાર તેને વખતસર મળવાની મારામારજ હતી. વિદ્યાવૃદ્ધિ માટે સરકારમાંથી રાજાને ૮૦,૦૦૦ પૌંડ મળતા; તેમાંથી રાજ્યખગોળશાસ્ત્રીનો પગાર માત્ર ૨૦૦ પૌડનો હતો, પણ ખૂણેખાંચરેના એક દેવળમાં સિંહાસન બાંધવામાં ૩૦,૦૦૦ પૌંડનો ખર્ચ થયો હતો.

એક વખત કેરોલીનનો પગાર મળવામાં ઘણા જ દિવસની ઢીલ થઇ; તેથી તેના ભાઈ પાસે પૈસા માગવા પડયા તે તેના જીવ ઉપર આવ્યું. એટલી તે સ્વતંત્ર સ્વભાવની સંકોચવાળી હતી.

ઈ. સ. ૧૭૮૮ ની સાલમાં વિલિયમે લગ્ન કર્યું. તે પછી કેરોલીન પોતે સ્વતંત્રપણેજ ખગોળવિદ્યાની શોધ કરવા લાગી. તેણે બધા મળીને આઠ પૂછડિયા તારાઓની શોધ કરી. પહેલો ધૂમકેતુ તેણે શોધી કાઢયો તે ઇ. સ. ૧૭૮૬ ની સાલમાં અને છેલ્લે ૧૭૯૦ ની સાલમાં. તેની આ શોધથી યુરોપખંડના બધા પ્રખ્યાત ખગોળવેત્તાઓ તેને પોતાની કાર્યભગિનીતરીકે માન આપવા લાગ્યા અને તેની અપૂર્વ શેાધ માટે કેટલાએ આવકારદાયક પત્રો તેને આવ્યા. દલાલાંદ નામના ફેંચ ખગોળવેત્તાએ તેને "પંડિતા કેરોલીન” એવું નામ આપ્યું. રે. ડા. માસ્કેલ નામના બીજા નામાંકિત ખગોળવેત્તાએ ‘મારી અત્યંત સન્માનનીય ખગોળવિદ્યાની બહેન” એવું લખ્યું. રાજ્યકુળનાં અને સરદારકુળનાં સ્ત્રીપુરુષો તેને ઘેર આવીને તેનુ દૂરબીન જોતાં અને તેની પાસેથી ખગોળવિદ્યાની માહિતી મેળવતાં. ખગોળવિદ્યાના અભ્યાસ ઉપર તેનો અત્યંત પ્રેમ ચોંટ્યો હતો; આ વિદ્યા આગળ તેને બીજી કોઈ પણ વિદ્યાનું મહત્ત્વ દેખાતું નહોતું.

ઈ. સ. ૧૮૨૨ ની સાલમાં તેનો ભાઈ ગુજરી ગયો તેથી તેને અત્યંત દુઃખ થયું અને તે ઇંગ્લઁડ છોડીને પાછી જર્મની ગઈ. તે વખતે તે બોંતેર વર્ષની હતી. ભાઈના ગુજરી જવાથી તેને ઈગ્લઁડમાં રહેવું એ હવે અશક્ય લાગવા માંડયું. પેતાના જે ભાઈની સાથે અહોરાત્ર સહવાસમાં લગભગ પચાસ વર્ષ ગાળ્યાં તે ભાઈ ગુજરી જતાંની સાથે તે ગાંડા જેવી થાય એ સ્વાભાવિક હતું. “હવે આપણે તો આ દુનિયામાં કેટલા દિવસ કાઢવાના છે?” અને ‘‘હું પણ મારા ભાઈની પછવાડે જ જઈશ” એમ તેને લાગવા