આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩
સાધ્વી બહેન દોરા

સ્થળે જવું પડશે.” પછી જ્યારે તેનું શરીર આસ્તે આસ્તે સુધરતું ચાલ્યું, ત્યારે તંદુરસ્તીને માટે રેડકાર નામની જગા પર તેને પાણીફેર માટે મોકલી.

આગળ જણાવાયું છે કે, ભગિનીસંપ્રદાયની સ્ત્રીઓ સાથે રેડકારમાં દોરાને મુલાકાત થઈ ત્યારે તેમનું જીવન દોરાને ઘણું જ પસંદ પડ્યું હતું. હાલમાં પાછી જયારે દોરા રેડકારમાં આવી ત્યારે પાછા ફરીથી પૂર્વાના વિચારો એના મનમાં આવવા લાગ્યા. આ વેળા તેણે કોઈ પણ અડચણ વેઠીને આ સંપ્રદાય સાથે મળી જવા નકકી કર્યું. નિશાળનું કામ છોડી દીધું. ઉલ્સ્ટનમાં જઈ સગાંવહાલાંને મળી વિદાયગીરી લીધી અને ઈ. સ. ૧૮૬૪ની આખરે દોરા ભગિનીસંપ્રદાયમાં દાખલ થઈ. આ વખતે તેના પિતા કે કુટુંબનું કોઈ પણ તેની વિરુદ્ધ નહોતું.

ભગિનીસંપ્રદાયની સાથે દોરા ઘણી હળી ગઈ. ઉલ્સ્ટનનાં માણસો તથા છોકરાં જેમ એની સાથે હળી ગયાં હતાં તેમ અહીં પણ સૌ કોઇ એના સદ્ગુણપર ફીદા થઈ ગયા; પણ દોરાની વૃત્તિ હવે અન્ય બાજુએ દોરાઈ. તે હમેશાં સ્ત્રીઓના સહવાસમાં રહેવા ચાહતી નહતી. અને સ્પષ્ટ કહેતી કે, સ્ત્રીઓ જ્યાં સુધી માનસિક અને શારીરિક બળ મેળવશે નહિ, ત્યાંસુધી તેમનો સહવાસ મને ગમશે નહિ. તે માનવજીવનની કિંમત જાણતી એટલે પેાતાના જીવનની પણ કિંમત જાણતી હતી.

દોરા જેમ ઉંમરે વધતી ગઈ તેમ તેનામાં કૌતુક કરવાની તેમજ હસાવવાની ટેવ વધવા લાગી. આ વિષયમાં તેની શક્તિ એટલી બધી અસાધારણ હતી કે તે સૌને આશ્ચર્યકારક રીતે હસાવતી.

દોરાને ધર્મ ઉપર વિશ્વાસ નહોતો. ઈશ્વર ઉપરથી તેની ભક્તિ ઉઠી ગઈ હતી, કારણકે ધર્મશાસ્ત્ર હજીસુધી તેને દેવશાસ્ત્રરૂપે જણાયું નહોતું. આ અરસામાં વળી તેના બંધુઓ તથા અન્ય સગાંવહાલાં તેને સંસારધર્મમાં પ્રવેશ કરવા વીનવતા. દોરાના હૃદયમાં આ પણ એક ગંભીર સંગ્રામ ચાલતો હતો.

ભગિનીસંપ્રદાયમાં જોડાયા પછી દોરા ‘ભગિની દોરા'ના નામથી ઓળખાવા લાગી. આ સંપ્રદાયની સ્ત્રીઓને હંમેશાં સખ્ત પરિશ્રમ કરવો પડે છે. વળી પોતાની ઇચ્છા મુજબ કોઈ પણ કામ નહિ કરી શકાતાં મુખ્ય સ્ત્રીના હુકમ પ્રમાણે વર્તવું પડે છે. તે જે કહે તે ગુપચુપ કરવું અને ઉપરિવર્ગને ગુરુની પેઠે માનવો પડે