આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૫
સાધ્વી બહેન દોરા

પોકરાવી કેટલાક મહિના સુધી વાલ્સલના રહેવાસીઓને વસંતરોગ(શીતળા)થી ઘણું દુઃખ સહન કરવું પડતું હતું. હૉસ્પિટલનાં દરદીઓને આ રોગ લાગુ ન પડે એવી રીતે સાવધાનતાથી રહેવા દોરાને ઉપરીઓ તરફથી કહેવામાં આવ્યું હતું. પરંતુ તેણે તે સાંભળ્યું નહિ. આશ્રમનું કામ પતાવી અડધું પડધું ખાઇ-પીને પરવારી જઈ વખત મળે ઓ તેનો ઉપયોગ લોકોને ઘેર જઇ રોગીની સેવા કરવામાં કરવા લાગી. કોઈ કોઈ રોગીને તેનાં સગાંવહાલાં જીવવાની આશા મૂકી છોડીને નાસી જતાં. તેની ખબર દોરાને મળતાંજ તે રોગી પાસે જઈ આખી રાત જાગી તેની સેવાચાકરી કરતી.

એક દિવસ ખબર મળી કે, એક ગરીબ માણસ શીતળાના રોગમાં ફસાયો છે. તે માણસ છેક મદદવિનાનો હોવાથી દોરાને કહાવી માકલ્યું હતું. દોરાને ખબર મળતાંજ તે રોગી પાસે જઈ પહોંચી. જુએ છે તો રોગીને જીવવાની આશા નહોતી. તેનાં સગાંવહાલાં સૌ નાસી ગયાં હતાં. માત્ર એક પડોશણ બનતી સેવા કરતી હતી. દોરાએ જોયું તો આખી રાત બળે તેટલું તેલ પણ દીવામાં નહોતુ, તેથી તેણે પેલી સ્ત્રીને થોડા પૈસા આપી તેલ લાવવા કહ્યું. પણ તે સ્ત્રી પૈસા લઈને ઘરમાંથી નીકળી તે પાછી આવીજ નહિ !અને અહીં ભગિની દોરા એકલીજ તે મરવા પડેલા રોગીની પાસે બેસી રહી.

થોડી વારે પેલા રોગીએ ઘણા કષ્ટથી બિછાનાપર બેસી દોરા બહેનને કહ્યું “માતા ! હું જીવતો છું તેટલામાં તમે આપના પુત્રતરીકે મને એક બોકી કરી લ્યો.” કોમળ હૃદયની દોરાએ તરતજ તેના શીતળાથી ભરેલા શરીરને પોતાના હાથ ભીડી સ્નેહથી પોતાના ખેાળામાં લીધું અને સંતાનવત્સલ માતાની પેઠે સ્નેહથી તેને ચુંબન કર્યું. તેજ ઘડીએ તેલ ખૂટવાથી દીવો હોલવાઈ ગયો. આથી બેઉ અંધારામાં બેસી રહ્યાં. દરદીને જેમની સાથે લોહીના સબંધ હતા તેઓ તો ક્યારનાંયે છોડીને ચાલ્યાં ગયાં હતાં તો પારકાં શામાટે તેનો ત્યાગ ન કરે ? આવો પળવાર સંદેહ ઉપજવાથી દોરાનું હૃદય દયાનો ભંડાર છે તે જાણ્યા છતાં પણ રોગી બોલ્યો કે “માતા ! હું જ્યાંસુધી જીવું છું ત્યાં સુધી મારી પાસે બેસી રહેજો. મારા મરી ગયા પછી તમે જજો.”

તેનું આ વાક્ય સાંભળી દોરાનું અંતઃકરણ ઘણું દુઃખી થયું. તેને શાંતિ તથા હિંમત આપી નીરાંત રાખવા કહ્યું. આ વેળા