આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
પરિશિષ્ટ

કદાચ દરદીનો જીવ જશે તો તે માટે હું જોખમદાર નથી.” આટલું બોલી એ સાહેબ ચાલ્યા ગયા.

દોરા ડૉક્ટરના કહેવાથી ડરી ગઇ નહિ. ઘણી મહેનત લઈ તે સાવચેતીથી દવા કરવા લાગી. એક મહિના સુધી લાગલાગટ ખંતથી દવા કરી. કેટલાક દિવસ તેનું મન ઘણું ચિંતાતુર રહેતું હતું. દોરા માત્ર દવાપરજ આધાર રાખી બેસી રહી નહોતી, રોગી જલદી સાજો થાય તે માટે તે દરરોજ ભગવાનની પ્રાર્થના કરતી હતી.

આમ એક મહિનો ગયા પછી એક દિવસે બહેન દોરાએ ડૉક્ટરનું મન ખુશમિજાજમાં જોઇ રોગીને જોવા માટે વિનતિ કરી. કેટલીક હા ના કર્યા પછી ડૉક્ટરે આ વિનતિ કબૂલ રાખી.

હા ના કરવાનાં કેટલાંક કારણો હતાં – દોરા એક દાઈમાત્ર હોવાથી તેણે ડૉક્ટરના કામમાં ડહાપણ ડહોળવું જોઈતું નથી; પણ ડૉક્ટરના હુકમ પ્રમાણે વર્તી રોગીની સેવાચાકરી કરવી એજ તેનું કામ છે. આમ વિચારી રોગીને સાજો કરવાનું માથે લેવું એ દોરાની હિંમતને ગાંડી બહાદૂરી અથવા જક્કીપણું ડૉક્ટર ગણતો હતો. ગમે તેમ હોય પણ દોરાના મધુર વચનથી કોઇ તેના પર વધારે વખત સુધી અસંતુષ્ટ રહેવા પામતું નહિ. ડૉક્ટર તેની વિનતિ નાકબૂલ કરી શક્યો નહિ અને રોગી પાસે ગયો.

બહેન દોરાએ રોગીના હાથનો પાટો છોડતાંજ ડૉક્ટર સાહેબ અજબ થઇ ગયા. થોડા દહાડામાં હાથ છેક રૂઝાઈ જશે એવું જોઇ આનંદ પામી તે કહેવા લાગ્યા કે “ખરેખર, તમે તો હાથ છેક સારો કરી નાખ્યો છે ! આ ગરીબ બિચારો થોડા દિવસમાં પોતાનો ધંધો કરી પેટ ભરવા શક્તિમાન થઈ જશે.” ડૉક્ટરનું આ બોલવું સાંભળી દ્વારા આનંદથી ગદ્‌ગદ્‌ થઇ મનમાં ને મનમાં પરમેશ્વરને ધન્યવાદ આપવા લાગી અને પરમેશ્વરની અંતઃકરણથી પ્રાર્થના કરી કૃતજ્ઞતા પ્રગટ કરી.

ડૉક્ટર દોરાને વૈદ્યવિદ્યા શીખવતો હતો તેનું આવું ઉત્તમ ફળ જોઈ તે ઘણો આનંદ પામ્યો. હૉસ્પિટલના સૌ માણસોને તે પેલા દરદીનો સાજો થયેલ હાથ બતાવવા લાગ્યો. એ સાજા થયેલા જુવાનને સૌ કોઈ “બહેનના હાથ” કહી બોલાવવા લાગ્યાં. જુવાન પણ ભગિની દોરાનો ઘણોજ ઉપકાર માનવા લાગ્યો. ભગિની દોરાએ તેને કેટલાક દિવસ વધારે હૉસ્પિટલમાં રાખ્યો અને તદ્દન સાજો થયા પછી જવાની રજા આપી. હૉસ્પિટલમાંથી