આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૯
સાધ્વી બહેન દોરા

ગયા પછી પણ તે વારંવાર હાથ દેખાડવાના મીશે દોરા બહેનને મળવા આવતો અને બહેનને જોતાંજ તેની આંખમાં હર્ષાશ્રુ આવી જતાં હતાં ! !

આવી રીતના બનાવ ભગિની દોરાના જીવનમાં ઘણાજ બન્યા હતા, ઘણા ગરીબોના હાથપગ કપાતા તેણે બચાવ્યા હતા.

આગળ જે પાટિસનના કુંટુંબની દાસી સંબંધી લખ્યું છે તેની મદદથી બહેન દોરા વધારે સુખી થતી હતી. જે સમય આમ બચતો હતો તેમાં તેણે કેટલીક બાલિકાઓને ભણાવવાનો આરંભ હૉસ્પિટલના ઉપરીઓની અનુમતિ લઈ કર્યો.


બાળકો દોરાને કેવી રીતે ચાહતાં હતાં તે આગળ જણાવી ગયા છીએ. હૉસ્પિટલમાં હમણાં જે બાલિકા શીખવા આવતી તેને પણ તે ઘણાજ પ્રેમથી શીખવતી. નાનાં બાળકો પાસે હથિયાર લઈ જવાથી તેઓ ભયથી ચમકે છે. પરંતુ દોરામાં એવો ગુણ હતો કે વાઢકાપ કરતાં પહેલાં તેમને સાફ કહેતી કે “ભાઇ ! જો, આ જગ્યા કાપી નાખ્યાથી તારૂં તમામ દુઃખ જતુ રહેશે અને તું સારો થઈ જઈશ, માટે રડીશ નહિ.” નસ્તર વેળા બાળક રૂવે તો તેને ચૂપ રહેવાનું કહેતાં તેઓ તરત ચૂપ થઈ જતાં. આવી રીતે ઘણી ભયંકર જગ્યાએ પણ નાનાં બાળકો દોરાની વાતથી ઘણીજ શાંતિથી વાઢકાપની વ્યથા સહન કરતાં !

નાનાં છોકરાં દર્દને માટે “મા” “મા” કરી રોતાં ત્યારે દોરા તેમને પોતાના ખેાળામાં લે કે તરત છાનાં રહી જાય. તેઓ માને વીસરી જતાં. કેમકે સગી માના જેવો દોરાનો ખોળા તેમને વહાલો લાગતો. એક વાર એક બાળાનું આખું શરીર બળી ગયું હતું. તેની મા તેને ખોળે લઈ હૉસ્પિટલમાં આવી હતી. બાળકને ઘણું જ દુઃખ થવાથી તે રડતું હતું. માતા તેને કોઈ રીતે છાની રાખી શકી નહિ. દોરાબહેને તરત તે અર્ધદગ્ધ મલિન બાળકને તેની માના ખેાળામાંથી લઈ લીધું અને તેની માને કહ્યું કે “હવે બાળક તમને ન જુએ એમ ચાલ્યાં જાઓ. છોકરાંઓ મને ઘણું જ ચાહ્ય છે. તમે રાત્રે તમારા છોકરાને શાંતિથી ઊંઘતો જોશો.”

મા જતી રહી. દોરા બાળકને કપડું ઓઢાડી હાથમાં લઇ ફરવા લાગી અને બિછાનામાં ન સૂવાડતાં એક હાથમાં તેને લઈને કરતી જતી અને બીજે હાથે જખમપર દવા લગાવતી તથા પાટા બાંધતી. એવી રીતે ઘણા જખમી થયેલા તથા દાઝી ગયેલા બાળકને હાથમાં