આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨
પરિશિષ્ટ

કરતો હતો. એક દહાડો તો દોરાએ ગુસ્સે થઈ કહ્યું “ચૂપ રહે, આથી શું તારૂં દુઃખ ઓછું થાય છે ? એથી તને શો લાભ મળે છે ?” પેલો માણસ થોડી વાર આ સાંભળી ચૂપ રહ્યો, પણ વળી પાછો ગાળો દેવા લાગ્યો અને બોલ્યો કે “ઘણી વેદના થાય છે ત્યારે કાંઈ બોલ્યા વિના મારાથી રહેવાતું નથી.” તે સાંભળી દોરા બોલી કે “જો કહ્યા વિના રહેવાતું ન હોય તો આવી ભાષા ન બાલતાં “ચીમટો અને સાણસી, સાણસી અને ચીમટો” એમ બોલ્યા કર. ત્યારપછી જ્યારે જયારે પેલો રોગી ગાળો બાલતો ત્યારે બહેન દોરા સર્વની સામે બૂમ પાડી તેને ઉદ્દેશીને કહેતી કે, હવે કાંઈ વાત ન કહેતાં કહો કે “ચિમટો અને સાણસી, સાણસી અને ચિમટો.” તરતજ સૌ મોટેથી આવી બૂમ પાડી ઉઠતા અને તેથી તે રોગી પોતાનો પ્રમાદ જાણી ચુપ રહી જતો.

દોરાને જ્યારે રેલ્વે મુસાફરી કરવી પડતી ત્યારે તે થર્ડ ક્લાસ ટિકિટ લેતી અને કહેતી કે “મને સાધારણ માણસોની સાથે જવું ઘણું ગમે છે. એક વાર તે થર્ડ ક્લાસના ડબામાં જતી હતી. તે વેળા એક સ્ટેશનપ૨થી કેટલાક છાકટા તેના ડબામાં ચઢ્યા અને તેને ઘણી હરકત કરવા લાગ્યા. તેણે એ ડબ્બામાંથી ઉતરી બીજામાં બેસવા વિચાર કર્યો, પણ એવામાં ગાડી ચાલવા માંડી, એટલે લાચારીથી ત્યાંજ બેસી રહી. તેણે ધાર્યુ કે, હું આ પોશાકના સન્માનથી બચી જઈશ; પણ તેમ થયું નહિ. તેમની ખરાબ વાતચીતને બૂમો પાડવાનો આરંભ થયો. દોરા અપશબ્દો સાંભળીને માથાથી પગ સુધી થરથરવા લાગી. દોરાએ મનમાં વિચાર કર્યો કે, તેમને કાંઈ ન કહેતાં ચુપ થઈ બેસવું ઠીક છે અને બીજા રટેશન ઉપરથી બીજો ડબો બદલીશ.

પરંતુ તેમ બની શકયું નહિ. તેથી તેઓ ધીમે ધીમે બૂમો પાડવા તથા ગાળો દેવા લાગ્યા. ત્યારે તેણે વિચાર કર્યો કે “હું સ્ત્રી છું એટલું જ નહિ પણ ભગિનીના પોશાકમાં આ સૌ અપશબ્દ સાંભળું છું, તેથી તેઓ મનમાં શો વિચાર બાંધશે ? મારે હમણાંજ એમને અટકાવવા જોઈએ.” આવા વિચાર કરી તે ગંભીર બની ઉભી થઇ અને મોટેથી કહેવા લાગી કે “તમે ભગવાનના નામે આવી ખરાબ ભાષા બોલો છો તે હું તેની સેવક થઈ કદી પણ સાંભળવાની ઈરછા રાખતી નથી.” આ સાંભળતાં જ તેમણે હો હા કરી મોટી ગડબડ મચાવી દીધી અને તેનું કપડું પકડી જગ્યા પર બેસાડી