આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭
સાધ્વી બહેન દોરા

ગરજ સારે છે. રોગીનું મન, શરીર ને આત્મા માત્ર પ્રાર્થનાથીજ શાંત થાય છે. પ્રાર્થના જેવું બીજું ઔષધ નથી.

હૉસ્પિટલનો વ્યાપાર કેવો ભયંકર હોય છે ! પુષ્કળ માણસોને બેશુદ્ધિમાં લાવવામાં આવે છે અને તે અવસ્થામાં જ કેટલાકનું મરણ નીપજે છે. દોરા એ સૌ રોગીના બિછાના પાસે બેસી વ્યથિત હ્રદયથી અને અતિશય આતુરતાથી તેમના કલ્યાણ માટે પ્રભુસ્તવન કરતી. કોઈ કોઈ વાર તો આખી રાત તે આમ રોગીની પાસે બેસી પ્રાર્થના કરતી.

ધર્મરાજ્યનો વ્યાપાર ઘણોજ આશ્ચર્યકારક છે. પરમેશ્વરપર નિષ્ઠા રાખવાથી તેની સાથે એવો તો ઘાડો સંબંધ સ્થપાય છે કે તેનું વર્ણન વાણીથી થવું અશક્ય છે. ઈશ્વરના યથાર્થ ભક્તના અને સંસારીના આચરણમાં મળતાપણું હોતું નથી. પ્રભુભક્તો પ્રભુની આજ્ઞાવિના એક પણ ડગ આગળ ચાલતા નથી. ખાવામાં, પીવામાં, હરવા ફરવામાં વગેરે જીવનનાં સઘળાં કાર્યમાં તેમનું આવું વર્તન નજરે પડે છે. નાનાં બાળકો જેમ સર્વદા માબાપની આજ્ઞા મુજબ વર્તે છે, તેમ સરળ વિશ્વાસી સ્ત્રીપુરુષો પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલે છે. નાસ્તિકતામાંથી ધીમે ધીમે દોરા પણ બાળકના જેવી શ્રદ્ધાળુ થઈ. એક રાત્રે તે રોગીઆશ્રમનાં સર્વ કામ પૂરાં કરી નીરાંતે સૂતી હતી તેટલામાં અવાજ સંભળાયો કે “દોરા ! જલદી ઉઠ. તારો એક રોગી મરે છે.” દોરા ચકિત થઈ. દરરોજની માફક આજે પણ સૂતા પહેલાં દરેક રોગીની અવસ્થા તેણે જોઈ હતી. કોઈ પણ રોગીનું મરણ નીપજવાનાં ચિહ્‌ન જણાતાં નહોતાં, તેથી આ શબ્દ સાંભળીને અજબ થઇ ગઇ; અને રોગીઓની તપાસ લેતાં તરતજ જણાવ્યું કે, તેજ દહાડે સવારે જે રોગીને વાઢકાપ કર્યું હતું તેની એક મોટી નસનો પાટો છુટી ગયો હતો અને તેમાંથી લોહી વહેતું હતું. તેથી મોત નીપજવાનો સંભવ હતો પણ પાછો પાટો બાંધી દેવાથી રોગી બચ્યો.

હ્રદયનો કોમળ ભાવ નાશ ન પામે તે માટે દોરા સાવધ રહેતી. હોસ્પિટલમાં સદા મોત થયા કરે છે તેથી ત્યાં રહેનારનાં હૃદય ધીમે ધીમે એવાં કઠણ થઈ જાય છે કે મોત તો તેના મનથી એક સામાન્ય વ્યાપાર થઇ જાય છે. દોરાનું અંતર આવું ન થાય તે માટે તે પહેલાંથીજ સાવધાન રહેતી. કોઇ રોગીનુ મોત થતાં તરત તે મૃતદેહને શબ રાખવાના ઓરડામાં લઈ જતી. ત્યાં નવાં વસ્ત્ર