આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
પરિશિષ્ટ

વિનતિ કરી; પણ તે વેળા ત્યાં કોઈ માણસ મળે નહિ. રોગી ગુરુને મળવા ઘણોજ આતુર હતો. દોરાને બીજો કોઇ ઉપાય ન જણાવા- થી પોતેજ અંધારી રાત્રે તેને બોલાવવા ગઈ. ગુરુએ પૂછ્યું “તમે આવી અંધારી રાત્રે આવવાની ભલી હિંમત કરી ?" દોરાએ જવાબ દીધો “રાત્રે કોઈ પણ સ્થળે કામપ્રસંગે જવામાં મને ભય લાગતો નથી, પણ રોગીને મૂકીને જવાનું મને મનજ થતું નથી.”

કોઈ કોઈ માણસ વળી એવાં પણ હતાં કે રોગથી પીડાયા છતાં સગાંને છોડી આશ્રમમાં આવતાં નહોતાં. દોરા પોતે એક ગાડી લઇ રોગીને ઘેર જતી અને રોગી ખુશીથી આશ્રમમાં આવતો. ચાલી ન શકે એવા રોગીને ગાડીમાં પેાતાના ખોળામાં સૂવાડી દોરા હસતી હસતી આશ્રમમાં આવતી. અહા ! કેવો જનસેવામાં પ્રેમ !

શીતળાના રોગથી પીડિત માણસો કોઈ કોઈ વાર શબ જેવા થઈ જાય છે. એક વાર એક રોગીનું શરીર એવું તો ઠંડુ થઈ ગયું કે જાણે હમણાં મરશે. દોરાને આ વેળા બીજો ઉપાય ન જણાયાથી પોતે તેના શીતળાથી ખીચોખીચ ભરાઇ ગયેલા મુખપર પોતાનું મુખ મૂકી દવા આપવા લાગી ! અને રોગી ધીમે ધીમે સાજે થચો.

ચારે બાજૂએ રોગીઓ રોગની પીડાથી ટળવળે છે ! દારા તેમાં પ્રફુલ્લચિત્તે ભગવાનનું સમરણ કરતી કરતી તેમની સેવામાં લાગી રહી છે ! દોરા પેાતાની સમક્ષ જેમ જેમ ભયાનક વ્યાપાર જોતી, તેમ તેમ તેના અંતરમાં નવા બળનો સંચાર થતો. જે જોવાથી આપણે સ્તબ્ધ જ થઈ જઈએ તેમાં તે વિશેષ ઉત્સાહથી ઘૂમતી.

તે માત્ર રોગીની શારીરિક સેવા કરીને જ સંતોષ માનતી નહિ, તેમને ધર્મની વાતો પણ કહેતી. રોગીઓ પ્રભુની વાત સાંભળવા ઉત્સાહ બતાવતા ત્યારે તે ઘણા જ આનંદથી તેમને ધર્મોપદેશ કરતી. આવી રીતે લાગલાગટ છ માસ સુધી દોરા શીતળાના આશ્રમમાં રહી, અને જ્યારે એ રોગ તદ્દન નાબુદ થયેલો જણાચો ત્યારેજ તે પાછી વાલ્સલના રગીઆશ્રમમાં ગઈ.

૫-ધર્મપ્રચાર
(ઇ. સ. ૧૮૭પ-૧૮૭૮)

ઑગસ્ટ માસના છેલ્લા અઠવાડિયામાં દેરા વાલ્સલના રોગી ઓની સેવા કરવા આવી પહોંચી. તેના મિત્રો તેને સુખરૂપે આવેલી જોઈ ઘણા આનંદ પામ્યા. પરંતુ દોરાના મુખપર જાણે વિષાદની