આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬
પરિશિષ્ટ


પ્રથમ કહ્યું છે કે, વિલાયતમાં કેટલાક માણસો ઘણાજ નીચ અને સ્વભાવના દુષ્ટ હતા. પ્રભુનું નામ પણ કેટલાકે તો સાંભળ્યું હશે કે નહિ તેની શંકા હતી. ધર્મપ્રાણ દોરાનું હૃદય આવા લોકોના કલ્યાણ માટે સર્વદા આતુર રહેતું.લોકો ધર્મને વિસારી દઈ, નીતિને નેવે મૂકી, દુષ્ટ રીતે જીવન ગાળે; એથી તેને બહુ દુઃખ ઉપજતું. તેથી તે સર્વદા આવા માણસોને પોતાની પાસે બોલાવી તેમને ધર્મની વાર્તા સંભળાવતી; એટલું જ નહિ પણ ધર્માચાર્યો પ્રાર્થનામંદિરમાં ઉપદેશ આપતા ત્યારે તે અનેક લોકોને ત્યાં લઈ આવતી.

આપણે જાણીએ છીએ કે, મહાત્મા ચૈતન્યદેવ કેવી રીતે અધમ જગ્યામાં જઇ સૌને પરમેશ્વરના માર્ગ પર લઈ જતા હતા. પાપી જગ્યામાં પરમાર્થે જતાં તેમને મોટા જખમ લાગ્યા અને લોહી નીકળવા લાગ્યું તોપણ તેમના અંતરમાં વિરક્તિ ઉપજી નહિ; પણ ઉલટા તેમને સાથે લઈ વિશેષ જોસથી હરિગુણ ગાવા લાગ્યા. પ્રેમનો કેવો અદ્ભુ‌ત મહિમા ! કેવું દિવ્ય અને આશ્ચર્યકારક આચરણ !!

ભગિની દોરાનું ચરિત્ર પણ એવું જ આશ્ચર્યજનક હતું. પોતે બાઈમાણસ છતાં વારંવાર સાહસિક કામ કરતી જોઈ આશ્ચર્ય થાય છે. તે પ્રભુનો મહિમા સંભળાવવા જે દુષ્ટ લોકોના ફળિયામાં વારંવાર જતી, તે લોકો ઉપર જણાવેલી અધમ જગ્યા કરતાં પણ વધારે ખરાબ સ્વભાવના હતા. સ્વર્ગીય પ્રેમથી બળવાન થઈ વિપદ્‌ની શંકા પણ ન કરતાં તે એવા લોકોને આગ્રહથી તથા જોરથી પણ પકડી લાવતી વખતોવખત એવા કામમાં તે ઘણી અપમાનિત પણ થતી, છતાં પોતાના કાર્યમાં મંડી રહેતી.

ઘણું કરી યૂરોપનાં મોટાં મોટાં નગરોમાં એકએક જગ્યા તે એવી ખરાબ હોય છે કે જ્યાં સારા માણસો કદી જતા નથી. નગરનાં ખરાબ નરનારીઓ અહીં ભયાનક નરક બનાવી તેમાં કીડાની માફક તરવરે છે. અતિ નીચ આચરણ અને પ્રપંચથી માંડીને ભીષણ નરહત્યાપર્યંત સર્વ પ્રકારનાં પાપ તેઓ દ્વારા આ જગ્યાએ થાય છે. આ કાર્યમાં મદદ કરનાર સુરાદેવી (દારૂ) એઓની હમેશની સોબતી હોય છે. પેાલીસ પણ એમનાથી ડરે છે.

લોકો જ્યારે આમ હાહાકાર વર્તાવે ત્યારે શું દયાળુ માણસો ચૂપ બેસી રહી શકે ? બહેન દોરા પણ ઘણા ઉત્સાહપૂર્વક આ ધર્મકાર્યમાં જોડાઈ સંસારસુખને તિલાંજલિ આપી ચૂકી હતી;