આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
પરિશિષ્ટ

મિત્રે પોતાને ઘેર લઈ જઈ ઔષધ કરાવવા વિનંતિ કરી, પણ દોરાએ તે માન્યું નહિ. ડોક્ટરોએ તેનો રોગ નક્કી કરવાને પરીક્ષા કરવા માગી, પરંતુ તે પણ તેણે માન્યું નહિ અસુખથી તેનું મન દુઃખી થયું. વાલ્સલમાં પાછી જઈ પોતાનાં પરિચિત માણસોમાં રહી મરવાની ઈચ્છા જણાવી તે પાછી વાલ્સલમાં આવી.

'

૬-રોગશય્યા અને મૃત્યુ

વાલ્સલની નવી હોસ્પિટલ પાસેના એક મકાનમાં તેને રાખવામાં આવી. આ વેળા જીવવાની આશા નહોતી. રોગ ઘણોજ ભય પમાડે એવો હતો. આ મંદવાડમાં તેને આ જીવનનું કામ છોડી જવું પડશે, એવી તેની ધારણા થઈ હતી. વૈદ્યો પણ તેમજ કહેવા લાગ્યા. બહેન દોરા હવે જીવનમરણના સંગી પરમેશ્વરના ચિંતનમાં નિમ્ગ્ન થઈ. એ વેળા તેણે પોતાના એક મિત્રને આવી મતલબનો પત્ર લખ્યો હતોઃ- “પરમેશ્વરની આજ્ઞા થઈ છે કે હું આ વેળા નક્કી મરણ પામીશ. એથી હવે હું ઘરનું કામકાજ સંકેલી લઉં છું. તમે મારે માટે પ્રાર્થના કરો. જેમ જેમ રોગની પીડા વધશે, તેમ તેમ હું તેનાં ચરણ વધારે પકડી શકીશ. આ દારુણ રોગની પીડામાં મારી ભક્તિ અને વિશ્વાસ ઘટવાને બદલે ઉલટાં વધે છે.”

વાલ્સલ નગરના લોકોને તેના પર એટલો બધો પ્રેમ હતો કે તે વિચાર કરવા લાગી કે, મારા મૃત્યુનો ક્લેશ તેએા સહન કરી શકશે નહિ. તે તેઓના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેતી. જેને લોકો આ દુષ્ટ સંસારમાં પવિત્ર દેવતાતરીકે જાણતા તેનું મૃત્યુ થાય એવો વિચાર કરવાની પણ ઈચ્છા તેઓ કરતા નહેાતા. ચોતરફ તેના મંદવાડની ખબર ફેલાઈ ત્યારે તેને કહેવા લાગ્યા “ દોરા બહેન આટલી જલદીથી અમને છોડીને જતી રહેશે ? પરમકૃપાળુ પરમેશ્વરે અમારા શોકસંતાપ દુર કરવા એને એકલી છે તે કામ પૂરું થતાં પહેલાંજ શું તે ચાલી જશે ?”

પણ તેમની આશા પૂર્ણ થાય એમ નહોતું. બાહોશ વૈદ્યોએ જણાવી દીધું કે “મૃત્યુ નિશ્ચય થશે. હવે તે કેટલા દિવસ કાઢશે તે કહી શકાતું નથી.”

બહેન દોરાએ આ સમયમાં જે પત્ર લખ્યા છે તે ઉપરથી સમજાય છે કે, તે દિવસે દિવસે પરમેશ્વરના ઉંડા પ્રેમમાં ડૂબી ગઈ હતી. એક દિવસ તેણે પેાતાના એક સગાપર આવો પત્ર લખ્યો હતો-

" હું મૃત્યુના બિછાનામાં સૂતી છું. આજ એક વાત લખવાની