આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪
પરિશિષ્ટ


અને જ્યારે તે યુદ્ધનાં વર્ણન કરતો, ત્યારે બધાનાં રોમે રોમ ઉભાં થતાં. સઘળું જાણે પ્રત્યક્ષ બનતું હોયની ! લશ્કરની કૂચ, દુશ્મનોનુ ચઢી આવવું, તરવારના ખણખણાટ, ઘોડાઓના ખોંખારવ અને યુદ્ધમાં ઝઝુમતા વીરોના વીરનાદ, એ સર્વના ભણકારા અમારા હૃદયમાં ઘૂમી રહેતા. અહા ! તે તોફાની રાત્રે વીરરસ કેટલો આનંદ આપતો હતો !

પણ વચમાં એકાએક તે યોદ્ધો ઉઠ્યો અને જોનના માથા ઉપર હાથ મૂકી કહેવા લાગ્યો “વહાલી કુમારિકા ! ઈશ્વર તારું રક્ષણ કરો ! આજે તેં મને જીવિતદાન દીધું છે. લે, આ તેનો કંઈક બદલો.” આટલું કહીને હવે તે આર્દ્ર્ હૈયાથી જન્મભૂમિનું ગીત લલકારવા લાગ્યો.

એ ગાતો હતો, ત્યારે જુસ્સાથી અમે ઉભાં થઈ ગયાં.અમારી આંખે ઝળઝળિયાં આવી ગયાં. ગીતની સાથે તાલ ઝીલતાં ઝીલતાં અમારી છાતી ઉભરાઈ ગઈ અને જ્યારે છેલ્લી લીટીઓ આવી ત્યારે અમે બધાં રડી પડ્યાં.

બહાર તોફાન ગાજતુ હતું; પણ હવે તો આ ઘર મુસાફરનું પોતાનું જ હતું. અને જ્યાં સુધી તેને ત્યાં રહેવાની ઇચ્છા હોય, ત્યાંસુધી તે તેને માટે ખુલ્લું હતું.

(૫)

ફ્રાન્સ ! ફ્રાન્સ ! ફ્રાન્સની સ્થિતિ આ વેળા અધમ થઈ પડી હતી. ટ્રોયમાં ફ્રાન્સ અને બરગન્ડી વચ્ચે સુલેહ કરવામાં આવી હતી. હવે તો ફ્રાન્સ દુશ્મનોના પગ નીચે છેક ચગદાઈ ગયું હતું. આ બધાં કરતૂત ડ્યુક ઑફ બરગન્ડી અને ફ્રાન્સની રાણીનાં હતાં.

અમને જ્યારે ટ્રૉયની સુલેહની અને તે સુલેહના કોલકરારની ખબર મળી, ત્યારે પહેલાં તો અમે એ વાત સાચી માની નહિ. છોકરાઓ મૂંગા થઈ ગયા, કેટલીક છોકરીઓ રડવા લાગી. કોઈ નિરાધાર પશુ ઉપર ઘા કરવામાં આવે, અને જેવો તેનો ચહેરો લાચારીથી લેવાઈ જાય, એ ચહેરો આજે જોનનો લાગતો હતો. પ્રાણી બિચારું મૂંગે મોઢે બધું સહન કરી લે છે, તેવી રીતે જોને પણ આ બધું સહન કરી લીધું.

છોકરીઓ કહેવા લાગી:– “અરે આ શું ! આપણે સ્ત્રીઓ મરદ કેમ ન થયાં ! નહિ તો આવું ઘોર કર્મ ફ્રાન્સમાં થાય, એ કેમ બને ? શું ફ્રાન્સના પુરુષવર્ગમાં એટલી પણ હિંમત નથી કે આ