આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૭
વીર સાધ્વી જોન ઑફ આર્ક

કામ કરતી. બીજાનું કહેવું અથવા વર્તવું યોગ્ય ન લાગે ત્યારે તે તેના ઉપર આધાર નહિ રાખતાં પોતાનું હૃદય જે કાંઈ સત્ય માને, તેનેજ સત્ય ગણતી અને તે પ્રમાણે વર્તતી. નાનપણથીજ ઉપર જણાવ્યા જેવાં તેનાં અનેક નાનાં કાર્યો તેના ચરિત્રની ભવ્યતા દર્શાવતાં હતાં.

અમારું ગામ ખૂનામરકીના કેન્દ્રસ્થાન પારીસથી વેગળું હોવાથી અમારા દિવસો આનંદમાં વહી જતા, કોઈ કોઈ વખત લૂંટારાનાં ટોળાંઓ પાસેના પ્રદેશમાં આવતાં, અને રાત્રે સ્વચ્છ આકાશમાં કોઈ બળતા ગામનો અથવા તો ઝુપડાંઓનો પ્રકાશ ઝાંખો ઝાંખો દૂર દેખાતો. અમારું ગામ કોઈ વખત લૂંટાયું નહોતું, પણ અમારા હાલ અમારા પાડોશીઓ જેવા કોઇ વેળા થશે, એવી ભીતિ નિરંતર અમને રહ્યા કરતી. એમાં ટ્રૉયની સુલેહ પછીનું બીજું વર્ષ તો ખરેખર ભયંકર હતું !

આજે ઘંટ મોટે સૂરે વાગી ભયની સૂચનાઓ આપતો હતો. અમે અહીંથી તહીં દોડતા હતા; દેવળ પાસે એક મોટું ટોળું મળ્યું હતું. એક પરદેશી ત્યાં ભાષણ કરતો હતો. લોકો કોઇ કોઇ વેળા ગુસ્સે થઈ જતા, આવેશમાં આવી જતા અને તેને શાપ દેતા. તેણે કહ્યું કે, તમારો રાજા હવે મરી ગયો છે, હવે તમે લંડનમાં પારણામાં સૂતેલા એક નાના બાળકની સત્તા સ્વીકારો !

લોકો આવા આવા શબ્દોથી વધુ ને વધુ ક્રોધે ભરાયાં, અને તેના તરફ મુક્કીઓ ઉગામવા લાગ્યાં; પણ તે પરદેશી ત્યાંથી ખસ્યો નહિ. તે કહેતો કે, મને અહીં બાળી નાખો, તોપણ હું ખસવાનો નથી.

માણસોના ક્રોધ બહું વધવાથી થોડી પળ તો તેઓ બોલી શક્યા નહિ. આ વખતે જોન મારી પાસેજ ઉભી હતી. તેણે તે પુરુષ સામે જોઈ ગંભીર અવાજથી કહ્યું કે “પ્રભુની મરજી હોય, અને આ માણસનું માથું કપાઈ જાય તો હું રાજી થાઉં !”

જોનના આ શબ્દો સ્મરણમાં રાખવા યોગ્ય છે, કારણ કે આવું ક્રૂર વાક્ય જોન પોતાના આખા જીવનમાં આ એકજ વાર બોલી હતી. જ્યારે હું તમને તેના જીવનની વિપત્તિઓનો ઈતિહાસ કહીશ, અને જ્યારે હું તેના ઉપર ગુજરેલા સીતમનું વર્ણન કરીશ; ત્યારે તમને પણ એમજ લાગશે કે આવા ક્રૂર શબ્દો તે બીજી કોઈ વેળા બોલી નહોતી.

હવે શત્રુના સૈનિકો અમારા ગામની આસપાસ ઘોર લૂંટ