આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૦
પરિશિષ્ટ

 એમજ માનું છું. તે રાજાને નજરો નજર જુએ, તો તો પછી ભલે પેલા પશુઓ (ખીજમતગારો) નકામી મહેનત કરે.”

“અરે ! રાજાની સાસુ પોતેજ રાજા હોય તો !” અમારામાંનો એક જણ બોલ્યો.

જોને કહ્યું “ અરે, એટલું બધું ઉતાવળું શું કામ થવું જોઈએ ? એક છુપી વાત હું જાણું છું, અને આપણો રાજા જાણે છે અને પ્રભુ સિવાય બીજું કોઈ તે જાણતું નથી. હું તેને એ કહીશ, અને મારું કામ સફળ થશે.”

જોન એ વાત અમને કહી દેશે, એમ મને લાગ્યું. જોન છોકરૂં હતી, પણ ઉપયોગી વાત નિરૂપયોગી પુરુષો પાસે કરવી, એ તેનો સ્વભાવ નહોતો. મોટા માણસની પેઠે તે અન્ય સાથે ભરમમાં ને ભરમમાંજ રહેતી.

અમારાં માણસો રાજાને મળી શકે, એવી ગોઠવણ રાજાની સાસુએ બીજે દિવસે કરી આપી.

અમે આ મુલાકાતનો બનતો લાભ લીધો. અમે જોનના નિષ્કલંક ચારિત્ર વિશે તેની આગળ વાત કરી તેની હિંમતની પ્રશંસા કરી; તેના વિનયનાં વખાણ કર્યા અને તેના સ્વર્ગીય આદેશમાં શ્રદ્ધા રાખવા આગ્રહ કર્યો તથા છેવટે ખુદ પોતે જોનને જોઈ તે વિષે ખાત્રી કરે એવી વિંનતિ પણ કરી. આ આગ્રહથી રાજાના મન ઉપર સારી છાપ પડી.

બે કલાક પછી રાજા તરફથી ફ્રાન્સનુ ધર્મમંડળ અમારી ભાંગી-તૂટી ધર્મશાળામાં અમને મળવા આવ્યું. રાજા તરફથી ! આ સાંભળી ધર્મશાળાવાળો તો બિચારો ગાભરો થઈ ગયો. તેના હૈયામાં એટલો તો આનંદ થતો હતો કે કોઈની સાથે તે પૂરીપાધરી વાત પણ કરી શકતો નહિ.

અમે બધા ઉભા થયા અને વંદન કર્યું. પછી ધર્મમંડળ તરફથી જોનને તેનો જે સંદેશો હોય, તે ટુંકા શબ્દોમાં જણાવવાનું કહેવામાં આવ્યું.

અરે ! અમે કેટલા બધા ખુશી થયા ! છેવટે અમારી મહેનત સફળ થશે ! અમારું કામ પાર પડશે ! અમારો સંદેશો રાજાને કાને જશે !

પણ અમે ધાર્યું હતું, તેમ બન્યું નહિ. ધર્મમંડળના અધ્યક્ષ તરફથી વિનતિ કરવામાં આવતી હતી, ત્યારે જોન નીચું માથું