આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૯
વીર સાધ્વી જોન ઑફ આર્ક


પણ કહ્યું કે, જોને સમયને અનુસરીને પુરુષનું કામ કરવાનું છે, તેથી તેને પુરુષનાં વસ્ત્ર પહેરવાની રજા છે. આ વાત અમારી તરફેણમાં હતી. પગલે પગલે અમારું ભાગ્ય ઉઘડવા લાગ્યું. આગલે દિવસે ચૂકાદો દૂતો મારફત રાજાને મોકલવામાં આવ્યો હતો. બીજે દિવસે સવાર પહેલાં અમે રણશિંગાના અવાજો સાંભળ્યા, એક, બે, ત્રણ; શાંતિ, એક, બે, ત્રણ; શાંતિ. એક, બે, ત્રણ; શાંતિ. એ તો ચોક્કસ હતું કે, રાજાએ ચોપદારો મારફત લોકો માં જાહેરનામુ કાઢ્યું હતું. દરેક ઘરમાંથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો વસ્ત્ર પહેર્યા ન પહેર્યા કે બહાર દોડતાં હતાં. સઘળા રસ્તાઓ ભરચક ભરાઈ ગયા હતા. રણશિંગાના સૂર વધારે જોરથી ગાજવા લાગ્યા, પડઘા પડવા લાગ્યા અને લોકો વધારે ને વધારે ઉભરાતાં ચાલ્યાં. બહુ મહેનતે અમે ચોગાનમાં પહોંચ્યા, ત્યારે નીચેનું હુકમનામું સંભળાયું:

“પ્રભુની કૃપાથી ફ્રાન્સના ઉચ્ચ રાજ્યાધિકારી અને આજમ ચાર્લ્સ હુકમ કરે છે કે, તેણે કુમારિકા જોનને પૂર્ણ અધિકાર અને પૂર્ણ માન સાથે ફ્રાન્સના લશ્કરની સેનાધિપતિ બનાવી છે–”

આ પૂરું થયું ન થયું એટલામાં તો લાખો ટોપી ઉંચી ઉડી. લોકોએ હર્ષનાદોથી ગગન ફાડી નાખ્યું. પહેલાં તો લાગ્યું કે આ હર્ષનાદો કોઈ દિવસ પૂરાજ નહિ થાય, પણ ધીમે ધીમે પાછી શાંતિ પ્રસરી. ચોપદારે આગળ ચલાવ્યું કે :–

“—અને તેના મદદગારતરીકે રાજકુટુંબના એક કુંવર ડ્યૂક ઑફ અલેન્કોનની નીમણુંક કરવામાં આવી છે.”

હુકમનામું પૂરું થયું કે લાખો ઠેકાણેથી પાછા હર્ષનાદ થયા, અને ધીમે ધીમે તેના પડઘાઓએ શહેરની ગલીએ ગલી ગજવી મૂકી.

ફ્રાન્સના લશ્કરની ઉપરિ ! અને તેના હાથ નીચે રાજવંશી કુંવર ! કાલે તે કંઈ નહોતી–આજે તે આ હતી. કાલે તે સાર્જંટ કે સાધારણ લડવૈયાની જગ્યાએ પણ નહોતી, આજે તે સૌથી ઉંચી હતી. કાલે સઘળા તેના તરફ હસતા હતા, આજે સઘળા તેના તાબેદાર સેવક હતા. મને આ બધું વિચિત્ર લાગતું હતું, વિચિત્ર હતું તોપણ સત્ય હતું. આ સર્વ બાબતો વિષે હું વિચાર કરતો હતો.

મને બાલ્યાવસ્થા યાદ આવી. બધુ સ્વપ્ન માફકજ લાગતું. એક નાનકડા ગામમાં–જે ગામનું નામ કોઇએ ભાગ્યેજ