આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૨
પરિશિષ્ટ

કહ્યું કે સઘળાએ પોતાની રાજીખુશીથીજ પ્રાર્થના કરવી જોઈએ. જોનના દયાળુ હૈયાની તો વાતજ શી ! જોનની એક બીજી વાતથી હાયર વધારે મુંઝાયો :—

“હાયર ! મારા પ્રિય સરદાર ! ત્યારે તમે પણ પ્રાર્થના કરશોને ?”

“હું ? ! કોઈ દિવસ નહિ. હું પ્રાર્થના કરું એ કોઈ દિવસ બને ? મેં કોઈ દિવસ પ્રાર્થના કરી નથી. પ્રાર્થના કેમ કરવી એ મને આવડતું નથી. કસમ ખાઈને કહું છું કે –”

“કસમ તમારા છોડી દો. પ્રાર્થના તમારે કરવી જ જોઈએ.”

સિંહ નરમ થઈ જાય તેમ પાપમાં અને પ્રપંચમાં આ પ્રવીણ પુરુષ છેવટે પ્રાર્થના કરવા કબૂલ થયો.

અમે આ ન માન્યું; પણ હા ! બીજેજ દિવસે સવારે તેને અમે પ્રાર્થના કરતો જોયો. તે પ્રાર્થના કરતો હતો તે જોનને લીધેજ. અને એટલે પવિત્ર દેખાવા એ ડોળ કરતો હતો પણ તેના મોંમાંથી સોગનના વરસાદ વરસતા. ગમે તેમ હોય પણ હવે રાક્ષસ દેવ થયો હતો. જે માણસની આંખો જોનની આંખો સાથે મળતી તે માણસ પછી પોતાના મનના માલીક નહિ રહેતાં તેનું મન જોનને વશ વર્તતું.

હાયર ધીમે ધીમે સુધર્યો. લશ્કર પણ ત્રણ દિવસમાં વ્યવસ્થિત થઈ ગયું. સઘળી વેશ્યાઓ ચાલી ગઈ હતી. દિવસમાં બે વાર પ્રભુપ્રાર્થના થતી. હાયરને મન તો આ બધુ સ્વપ્ન માફકજ હતું. તે આ માની શકતો નહોતો, પણ હવે તે લશ્કરને જોઈ ખુશી થતો, બધી વાતમાં તેનું મન સારી રીતે માનતું. લશ્કરમાં તેની શ્રદ્ધા વધી. તે વારેઘડીએ કહેતો:—

“બે ત્રણ દિવસ પહેલાં તો કૂતરાને ભસતું સાંભળીને પણ લશ્કર નાસી જાય એવું હતું, પણ હવે તો તે દોઝખના પણ કિલ્લાઓને ઘેરો ઘાલી શકે એવું બન્યું છે !”

જોન અને હાયરની મૈત્રી સારી રીતે જામી હતી. વળી તેઓમાં ફેર પણ કેટલો ? ક્યાં પેલાનું રાક્ષસી શરીર અને ક્યાં આ દેવી ! ક્યાં પેલાનાં પૂર્વકાળનાં પાપ અને ક્યાં આનું વિમળું મન !

દિવસમાં દશબાર વખત તેઓ છાવણીમાં આવી જતાં અને જે જે ખામી માલૂમ પડતી, તે તે સુધારતાં. જ્યાં જ્યાં તેઓ જતાં, ત્યાં ત્યાં તેઓને વધાવી લેવામાં આવતાં.

અમે બ્લોઈમાં ત્રણ દિવસ રહ્યા, ત્યાંસુધી જોને બને તેટલે