આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
મહાન સાધ્વીઓ

હતો. રાણીએ નાની બાલિકાને યત્નપૂર્વક ધર્મની સહેલી સહેલી વાતો શીખવવા માંડી. બીજા છોકરાંઓને દુનિયાની વાતો સાંભળ્યાથી જેટલો આનંદ થતો તેટલો આનંદ નાની ઇલિઝાબેથને બાઇબલ ના સુમિષ્ટ ઉપદેશો તથા ઈસુ ખ્રિસ્તના પવિત્ર જીવનની કહાણી સાંભળીને થતો. એ સમયે તેમના સરળ હૃદયમાં કરુણાનો ભાવ ભરાઈ આવતો, એ કોઇનું પણ દુઃખ સહન કરી શકતાં નહિ. ભિખારીઓ રાજકુમારીની આગળ આવીને કરુણ સ્વરે પોતાનાં દુઃખની કથા કહેતાં ત્યારે બાલિકાની બન્ને આંખોમાંથી દડદડ આંસુની ધારા પડતી. અતિ અલ્પ વયમાંજ બાલિકા બે હાથ જોડીને પ્રાર્થના કરતાં શીખી હતી. લોકો એ બધું જોઈને તથા તેની સાથે વાતચીત કરીને કહેતાં કે, ત્યારે શું આ રાજકુમારી ઇલિઝાબેથ સાચેસાચ દેવકન્યા હશે ?

અમે ઉપર સેક્સની રાજ્યનો ઉલ્લેખ કરી ગયા છીએ. હારમેન એ રાજ્યનો પ્રતાપી અને ધાર્મિક રાજા હતો. હંગરીની રાજકુમારી વિષે સંભવિત અને અસંભવિત ઘણી વાતો એના કાને પડી હતી; એટલે એ કન્યાને પુત્રવધૂતરીકે પોતાના ઘરમાં લાવવાની તેને વ્યાકુળતા થઈ. રાજકુમાર લૂઈ નિર્મળ અને મધુર સ્વભાવને લીધે રાજ્યમાં સર્વનો પ્રીતિપાત્ર થઇ પડ્યો હતો. તેની સાથે ઇલિઝાબેથનો વિવાહ થયાથી મણિકાંચન યોગની પેઠે એ લગ્ન પણ અતિશય જુગતું અને સુંદર થશે, એમ સમજીને તેણે રાજા એન્ડ્રુની પાસે વિવાહનું માગું કરવા સારૂ પ્રતિષ્ઠિત માણસોને મોકલી આપ્યા. એમની સાથે કેટલીક મોટા ઘરની સ્ત્રીઓને પણ મોકલવામાં આવી. સગાઈ નક્કી થઈ જાય એટલે તેઓ રાજકુમારીને ઘણી ધામધૂમ સાથે સેક્સનીમાં લઇ આવે એવી સૂચના એમને આપવામાં આવી હતી. એ વખતે રાજપરિવારમાં વિવાહની અદ્‌ભુત રીત ચાલતી હતી. રાજકુમાર અને રાજકુમારીની સગાઈ બાલ્યવસ્થામાં થઈ હોય, તો પ્રથમ વાગ્દાન થતું. ત્યારપછી રાજકુમારી ભાવી સાસરાના પરિવારમાં જઈ વાસ કરતી. જ્યારે વરકન્યા લગ્ન કરવા યોગ્ય વયનાં થતાં, ત્યારે બન્નેનું લગ્ન કરવામાં આવતું.

રાજા હારમેનનાં મોકલેલાં સ્ત્રી-પુરુષો હંગરીમાં જઈ પહોંચ્યાં તથા રાજા અને રાણી આગળ વિવાહનો પ્રસ્તાવ રજુ કર્યો. એ ઘણો ઉત્તમ પ્રસ્તાવ હતો. સેક્સનીનો રાજકુમાર ઈલિઝાબેથને યોગ્ય પાત્ર હતો; એટલે તે વિષયમાં રાજાને આનાકાની કરવાનું કાંઇ કારણ