આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૪
પરિશિષ્ટ

સલાહ લેતો હતો, ત્યારે તે ત્યાં જઈ પહોંચી. જોને ઘુંટણીએ પડી પ્રાર્થના કરીઃ

“મહેરબાની કરીને હવે તમે સભાઓ ભરવી મૂકી દો, અને રેમ્સ ચાલી તાજનો સ્વીકાર કરો.”

જોને ઘણી ઘણી અરજ કરી, ઘણી ઘણી વિનતિ કરી. થોડે થોડે તેણે રાજાનું મન પેાતાના તરફ વાળ્યું, પણ સભા પગલે પગલે સામી થતી હતી; વળી હવે થાય પણ શું ? લશ્કર સિવાય કરવું શું?

“નવું લશ્કર ઉભું કરીએ” જોને સૂચવ્યું.

“તેને ઓછામાં ઓછાં છ અઠવાડીમાં લાગે.”

“વાંધો નહિ; લશ્કર જમા કરવું શરૂ કરીએ.”

“પણ આ તો બહુ મોડું થઈ ગયું છે.”

“ગમે એમ હોય, પહેલાં ભૂલ તો તમારીજ હતી. હવે ખોટી થવાથી શુ ફાયદો ? એમાં કંઈ વળે ?”

જેમ તેમ કરી બધા કબૂલ થયા. આ જૂનું કામ પરિપૂર્ણ થયું કે નવું કામ ધમધોકાર ચાલવા લાગ્યું. જ્યાં ત્યાં જાહેરનામાં વહેચાયાં અને સિપાઈઓનાં નામ દાખલ કરવા જૂદે જૂદે સ્થળે છાવણીઓ સ્થપાઈ. આમ એક જબ્બર લશ્કર જોનના વાવટા નીચે એકઠું થવા લાગ્યું.

મે મહીનો આમ ને આમ ચાલ્યો ગયો, પણ જૂનની શરૂઆતમાં આઠ હજાર માણસનું લશ્કર તૈયાર થઈ ગયું. એટલા નાના મુલકમાંથી આઠ હજાર માણસ ક્યાંથી આવ્યુ હશે, તેના વિચાર કરો. હમણાં લગભગ એક સૈકુ થયાં ફ્રાન્સમાં લડાઈઓ ચાલતી હતી. વળી યુદ્ધકળા પણ લગભગ આખી પ્રજા જાણતી હતી, અને વળી જોનની સરદારી ! પછી શું અધુરૂં રહ્યું ?

જોનનો ઉમંગ અથાગ હતો. રાત્રિદિવસ તે છાવણીઓમાં દોડતી, અને સઘળી વ્યવસ્થા કરતી. જ્યાં જ્યાં તે જતી, ત્યાં ત્યાં સર્વેનાં હૈયાં તે હરી લેતી. આ લશ્કર ઉભું કરનાર કાંઈ સ્વર્ગની દેવી નહોતી. એ તો આ સાડાસત્તર વર્ષની બાળાજ હતી.

એક ઈતિહાસકારે તેને તે વખતે જોયેલી, તે લખી ગયા છે કેઃ

“માથા સિવાય તેને આખે શરીરે બખ્તર હતું. તેના હાથમાં રણની નાનીશી કુહાડી રહેતી. જ્યારે તે પોતાના મોટા કાળા ઘોડા ઉપર ચઢવા ગઈ ત્યારે તે કુદાકુદ કરી મૂકી તેને ચઢવા દેતો નહોતો. આથી પછી જોને કહ્યું કે, તેને દેવમંદિરે લઈ ચાલો.