આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૦
પરિશિષ્ટ

તો રણશિંગાં ફૂંકાવા લાગ્યાં. ખણખણ હથિયાર ખખડતાં. ક્યાંય થાક્યા સિવાય અમે મોંગ તરફ કૂચ કરી. પૂલ ઉપર હલ્લો કરી અમે તે જીતી લીધો, અને તેનું રક્ષણ કરવા ત્યાં એક ટુકડી રાખી. અમે જ્યારે બોજંસી પહોંચ્યા, ત્યારે અંગ્રેજોએ ગામ ખાલી કર્યું, અને કિલ્લામાં ભરાઈ બેઠા.જોને ત્યાં પોતાનું તોપખાનું લાવી રાત્રિ પડી ત્યાંસુધી તેના ઉપર મારો ચલાવ્યો. એવામાં ફ્રાન્સના સેનાનાયક પણ આવી પહોંચ્યો. ડ્યુક સાથે તેને અણબનાવ હતો, પણ જોને ડ્યુકને મનાવી લીધો. આવાં કામો રાજ વિદ્યામાં તેની પ્રવીણતા બતાવે છે. પ્રત્યેક વિષયમાં તેનું કૌશલ્ય અપ્રતિમ હતું. ગમે તે સદ્‌ગુણ જગતમાં હોય– અને જો અમે તે જોન ઑફ આર્કમાં શોધતા, તો તે અમને તેનામાંથી મળી આવતો.

જુનની સત્તરમી તારીખની સવારે જાસુસો ખબર લાવ્યા કે, અંગ્રેજો આવી પહોંચ્યા છે. અમે તેઓની સામા ચાલ્યા. થોડી વાર પછી અમે તેઓને નજરેનજર જોયા. યુદ્ધને માટે પેાતાને અનુકૂળ થાય, એવું સ્થળ તેમણે પસંદ કર્યુ હતું. તીરંદાજોને મોખરે રાખી તેઓ અમારી વાટ જોઇનેજ ઉભા હતા.

રાત્રિ પડતી હતી. શત્રુઓ તરફથી એક દૂત લડાઇનું કહેણ લાવ્યો. જોને સ્વાભાવિક શાંતિથી ઉત્તર વાળ્યેા:–

“જા, તારા સરદારને એમ કહે કે આજે તો મોડું થઈ ગયું છે, પણ કાલે સવારે આપણે યુદ્ધ કરીશુ.”

રાત્રિ અંધારી હતી. થોડો થોડો વરસાદ પણ પડતો હતો. દશ વાગે અમારી સભા મળી. કેટલાકનો મત એવો હતો કે જોને લડાઈ કરવા ના પાડી, એ તેની ભૂલ હતી. વળી કેટલાક એમ માનતા હતા કે તેણે સારૂં કર્યું હતું. ઢીલ કરવા માટે જ્યારે જોનને એક સરદારે કારણ પૂછ્યું, ત્યારે જોન બોલી:–

“કારણ એક નહિ, પણ અનેક છે. પહેલાં તો એ કે, અંગ્રેજો ગમે તેમ કરે તો પણ આપણા પંજામાંથી છૂટી શકશે નહિ, તેથી આપણે ખાલી મફત શું કામ જોખમમાં પડવું ? જ્યારે આપણું લશ્કરજ નબળું છે, ત્યારે બધી બાબતોનું આપણે નિરીક્ષણ કરવું જોઈએ; અને તેથી યુદ્ધનો વખત દિવસનો હોય, એ બહેતર છે.”

“કાલે પણ દુશ્મનનું એજ લશ્કર હશે, અને આપણું પણ એજ હશે. પછી યુદ્ધ શું કામ ન કરવું ? ”

જોન હસી પડી. પછી પોતાના હાથમાં તે સરદારના ટોપની