આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૨
પરિશિષ્ટ

 જોને વચન પાળ્યું. તે પેાતાના અંગરક્ષકોને લઈને ચાલી. હું જોનની સાથે હતો. બોજંસી જઈ અમે અંગ્રેજ નાયકને ખબર આપી કે તેનું લશ્કર તાબે થયું છે. જોને બહુ રહેમદૃષ્ટિ રાખી. તેઓને કિલ્લામાંથી અસ્ત્ર-શસ્ત્ર અને પૈસા લઈ જવાની રજા આપવામાં આવી. અમે સેનાનાયકને લઈ મળસ્કામાં અમારા લશ્કરને મળવા ગયાં, એટલામાં અમે તોપના ધડાકા સાંભળ્યા. અંગ્રેજ સરદારે પૂલ ઉપર હલ્લો શરૂ કરી દીધો હતો. પણ બરાબર અજવાળું ઉઘડે તે પહેલાં તો અવાજો બંધ થઈ ગયા. પછી તે ન સંભળાયા. અંગ્રેજ સરદારને ખબર પડી હતી કે, બોજંસી શરણે જઈ ચૂક્યું છે. હવે લડવું નકામું હતું, તેથી તેણે પારીસ તરફ કૂચ કરી. મોંગના સિપાઈએ પણ તેની સાથે હતા.

તે ત્રણ દિવસમાં અમે ઘણા ફ્રેન્ચ કિલ્લા લીધા.

(૧૯)

અઢારમી જૂનનો આ દિવસ હતો. સવારે તપાસ કરી, પણ ક્યાંય શત્રુ નહોતા; પરંતુ મને તેની લેશ પણ ચિંતા નહોતી. મને તો ખાત્રી હતી કે, ગમે ત્યાંથી શત્રુ આવશે, અમે જીતીશું; અને એ ધક્કો શત્રુઓને એવો લાગશે કે એક હજાર વર્ષ સુધી તે તેમનું નામનિશાન ફ્રાન્સમાંથી જતું રહેશે. મને જોનનાં સ્વપ્નાં – એટલે કે તેની દિવ્ય પ્રેરણાઓ – ઉપર શ્રદ્ધા હતી, અને વળી હું શ્રદ્ધા રાખતો તે સર્વદા ફ્ળતી.

રસ્તામાં એક ગાઢ જંગલ આવતું હતું, તેમાં માણસો ઘણી સહેલાઇથી છુપાઈ શકે એવું હતું. માણસોનાં પગલાં અમે ભીની જમીન ઉપર જોયાં. વ્યવસ્થાસર તે પડતાં આવ્યાં હતાં. આ પગલાં લશ્કરનાં હતાં, તે ચોક્કસ હતું.

તેથી હવે અમારે સંભાળ લેવી પડી. રખેને દુશ્મનો અમારા ઉપર અમને ખબર ન પડે એવી રીતે હલ્લો કરે તો અમારૂં કર્યું કારવ્યું ધૂળ મળે. જોને રસ્તો શોધવા માટે બે ચાર નાયકો સાથે થોડાંક માણસો આગળ મોકલ્યાં. અમારે ભય તો ઘણો હતો, પણ એ સિવાય બીજો માર્ગ ન હતો.

પેટે પાસે આવતું જતું હતું. એટલા માં એક હરણ અમારાં પગલાંથી બ્હી છેટે નાઠું. તુરતજ એક ઠેકાણેથી બૂમ પડી કે ત્યાં અંગ્રેજો હતા. તેમને ખાવાનું કંઈ ન મળેલું હોવાથી આ શિકાર હાથ લાગતાં તેઓના હર્ષનો પાર રહ્યો નહિ; પરંતુ આ હરણિયાથીજ