આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૬
પરિશિષ્ટ

 જોને જે ધારણાઓ ઘડી હતી, તે સાચી પડી. અમે યુદ્ધ કરવા જતા હોઈએ, એવું અમને જરાએ માલૂમ પડ્યું નહિ. સઘળું બાળબચ્ચાંની રમત જેવું હતું. અંગ્રેજી કિલ્લાઓ અમારા માર્ગમાં જ્યાં ત્યાં હતા; તેઓ અમને કંઈ પણ મહેનત આપ્યા વગર શરણે થતા. જે કિલ્લાઓ તાબે થતા, ત્યાં અમારાં માણસ રાખી અમે આગળ વધતા – અંગ્રેજ સરદાર અમારી સામે લડવા આવતો હતો; પણ તે બુદ્ધિશાળી હોવાથી પાછો પારીસ તરફ વળ્યો. વિજય ઉપર વિજય મેળવ્યાથી અમારા લશ્કરનો જુસ્સો વધતો જ ગયો.

પણ અમારું ધાર્યું કામ લાગ્યું નહિ, રાજાને અક્કલવિનાના હજુરીઆઓએ ગીન જવાની સલાહ આપી. અમારે પણ ગીન જવું પડ્યું. ડ્યુક ઑફ બરગન્ડી સાથે પંદર દિવસ સુધી સુલેહ રહી. સઘળા ધારતા કે પારીસ આમ આપણને અનાયાસે મળી જશે, પણ આ વાતમાં કેટલો વિશ્વાસ મૂકવો એ જોન જાણતી હતી.

પછી અમે તે તરફ ચાલ્યા. રાજાએ પોતાનો વિચાર પાછો ફેરવ્યો, અને પારીસ જવાની ઈચ્છા કરી. બરગન્ડીની ખેાટી સુલેહથી જોન ભોળવાઈ નહોતી. તેણે તો પોતાનું લશ્કર જેવું ને તેવું જ સ્વસ્થ રાખ્યું હતું.

ગરીબ બિચારી જોન ! તેને હવે એકલે હાથે ત્રણ શત્રુઓ સાથે યુદ્ધ કરવાનું હતું. એક તો અંગ્રેજ, બીજો દુશ્મન બરગન્ડી અને સૌથી મોટામાં મોટો ત્રીજો દુશ્મન પ્રપંચ હતો. તે પહેલા બેને તો પૂરી પડતી, પણ ત્રીજાથી તે કંટાળી જતી. પ્રપંચથી તે બહુ મુંઝાતી; દિવસ નકામા જતા, તે તેને ગમતું નહિ. ઘણી વાર તો તે મિત્રોની જ બેવફાઈથી બહુજ શોકાતુર થતી. એક વખત તેણે વાતમાં ને વાતમાં કહ્યું :–

“અરે ! ક્યારે હું શસ્ત્ર છોડી દઈ માતાપિતા આગળ જઈશ ? ! –અને ક્યારે મારા ભાઈ ને મારી બહેનો સાથે ઘેટાં ચારીશ ? !”

બારમી ઑગસ્ટે અમે ડેમ્પમીરટીન આગળ છાવણી નાખી. પછી બોવે અમારે શરણે આવ્યું. કમ્પાએન તાબે થયું, અને તેના બૂરજ ઉપરનો અંગ્રેજી વાવટો ફરકતો બંધ થયો. ચૌદમીએ અમે સેન્લીસ પાસે આવ્યા. ત્રેવીસમીએ જોને પારીસ તરફ જવા હુકમ આપ્યો; પણ રાજા અને તેના ખુશામતીઆઓને ગળે આ વાત ઉતરી નહિં, અને તેઓ પાછા સેન્લીસ ગયા. થોડાક દિવસમાં ઘણા મજબૂત કિલ્લાઓ અમારે શરણે આવ્યા, તેમનાં નામ નીચે પ્રમાણે