આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૭
વીર સાધ્વી જોન ઑફ આર્ક

છે :– ક્રેલ, પોન્ટ, સેન્ટ મૉકસન્સ, કોઈસી, ગાઉર્ની – સૂર – અરોન્ડી, રેમી, લા નેફવીલ – એન – હેઝ, મોગે, કેન્ટીલી અને સેનટાઈન્સ. અંગ્રેજી સત્તા જ્યાં ત્યાં તૂટવા લાગી. છવીસમી ઑગસ્ટ ૧૪ર૯ના દિવસે તો અમે સેન્ટ ટેનીસના કિલ્લામાં – પેરીસ આગળજ ઉતર્યા !

આટલું છતાં પણ રાજા બ્હીતો હતો – ડરતો હતો. હજી તે સેન્લીસના કિલ્લામાંજ ભરાઈ બેઠો હતો.

(૨૩)

દૂત ઉપર દૂત રાજાને મોકલવામાં આવ્યા. તે હંમેશાં વચન આપતો, પણ પાળતો નહિ. ડ્યુક ઑફ એલેન્કોન એક દિવસ પોતે તેની આગળ ગયો અને વચન લીધું, પણ તે તેણે તોડ્યું. નવ દિવસ એમ ને એમ વહી ગયા. ૫છી તે સેન્ટ ડેનીસ આવ્યો. આ દિવસ સપ્ટેમ્બર સાતમીનો હતો.

દરમિયાન દુશ્મનોને હિંમત આવી. તેઓએ રાજાની વર્તણુંક જોઈ લીધી. શહેરનું રક્ષણ કરવા તૈયારીઓ થઈ. જોનને મન સમય એટલો સારો નહોતો, તો પણ તેણે બનતો લાભ લેવાનો પ્રયત્ન કર્યો. બીજે દિવસે આઠ વાગે કિલ્લા ઉપર હલ્લો શરૂ થયો. જોને તોપખાનું ગોઠવી સેન્ટ હોનરેના દરવાજા ઉપર મારો ચલાવ્યો. જ્યારે આ દરવાજાનો આગલો ભાગ ભાંગ્યો, ત્યારે તેના ઉપર હલ્લો કરી તેને તાબે કરવામાં આવ્યો; પણ કિલ્લો હજી તાબે થવાનો બાકી હતો, જો એ તાબે થાત, તો અમે ક્યારના ફ્રાન્સના ધણી થઈ પડત; પણ જોન ઘવાઇ, તેથી અમારા માણસોમાં ભય ફેલાયો, કારણ કે તેના વિના લશ્કર શું કરી શકે એમ હતું ? તેજ લશ્કર પોતે હતી.

ઘવાઈ હતી તોપણ જોને પાછા ફરવા ના પાડી અને બીજો હલ્લો કરવાનો હુકમ આપ્યો. “હું પારીસ લઈશ અથવા મરીશ !” એમ તે વારંવાર બોલતી. તેને રણસંગ્રામ ઉપરથી પરાણે ઉપાડી જવામાં આવી, તો પણ તેનો જુસ્સો ઉછળતો હતો. સવારે તેણે બીજો હલ્લો કરવા ધાર્યું. જો આમ થયું હોત તો અર્ધા કલાકમાં પારીસ અમારું હતું; પણ રાજાએ તેને હુમલો કરવા ના પાડી. બરગન્ડી તરફથી કૃત્રિમ સુલેહનો સંદેશો એક વાર ફરીથી આવ્યો. જોન હવે તદ્દન આશાભંગ થઇ ગઇ. ઘા ખૂબ દ૨દ કરતો હતો. ઉપરાંત તેને માનસિક વ્યથા પણ એાછી ન હતી. પહેરેગીરો વારે ઘડીએ તેના શયનગૃહમાં એવી ચીસો સાંભળતા કે “અરે !