આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૧
વીર સાધ્વી જોન ઑફ આર્ક



૩ – ચારિત્રનિરીક્ષણ – મૃત્યુ

(૧)

જોનને કેદ કરવામાં આવી. તે પછીના શિયાળા અને ઉનાળાનો ઇતિહાસ એટલો તો ધિક્કારયુક્ત છે, કે તે હું વર્ણવી શકતો નથી. થોડા દિવસસુધી તો મને એટલી બધી ચિંતા નહોતી. કારણ કે મને આશા હતી કે દુશ્મનો અમારી પાસેથી ચોક્કસ રકમ લઈ જોનને છૂટી કરશે, અને ફ્રાન્સનો રાજા – અરે નહિ – ઉપકૃત ફ્રાન્સ પોતે એ રકમ આપવા આનાકાની નહિ કરે. યુદ્ધકળાના નિયમો તપાસતાં એ તો સ્પષ્ટ હતું કે, પૈસા આપ્યેથી જોન છુટી શકે એમ હતું. તે બળવાખોર નહોતી, તેમજ લશ્કરમાં જોડાવાનો તેને અધિકાર મળ્યો હતો. ફ્રાન્સના રાજાએ તેને પોતાના લશ્કરની સરદાર બનાવી હતી. વળી તે કંઈ ગુન્હામાં નહોતી; તેથી જો ફ્રાન્સ દ્રવ્ય આપવાની દુશ્મનોને માગણી કરે, તો દુશ્મનોથી જોનને કારાગૃહમાં રાખી શકાયજ નહિ.

દિવસ ઉપર દિવસ વહેતા ગયા, પણ કેાઈએ તે રકમસંબંધી વાત ઉચ્ચારી નહિ. તમને કદાપિ આ અસત્ય લાગશે; પણ નહિ, તે સત્ય છે. શું રાજાના કોઈ કાન ભંભેરતું હતું ? ગમે તેમ હોય પણ જે વીરબાળાએ રાજા ઉપર આટલા ઉપકારો કર્યા હતા, તેને છોડાવવા તેણે કંઈ પણ પ્રયત્ન કર્યો નહિ.

શત્રુએાએ તે રાત્રિ આનંદમાં વ્યતીત કરી. આખી રાત્રિ તોપોના નાદ શાંત ન પડ્યા. બીજે દિવસે ઇંગ્લઁડના ધર્મમંડળના વડાએ ડ્યુક ઑફ બરગન્ડી પાસે જોનની માગણી કરી. જોનની ઉપર મૂર્તિપૂજક તરીકે કામ ચાલવાનું હતું.

આ બાબતમાં ધર્મને લેશમાત્ર લાગતું – વળગતું નહોતું. અંગ્રેજોએ ડ્યુક ઑફ બરગન્ડીને ૬૧૧૨૫ ફ્રાન્ક આપવા માગણી કરી, અને તેણે તે કબૂલ રાખી. અંગ્રેજોએ કોશન નામના એક ફ્રેન્ચ પાદરીને આર્કબીશપ બનાવવાની લાલચ બતાવી જોનને ગુન્હેગાર ઠરાવી તેનો પ્રાણ લેવા નીમ્યો, અને તે આ લાલચને તાબે થયો.

૬૧૧૨૫ ફ્રાન્કની રકમ મોટી કહેવાય અને અંગ્રેજોએ એ આપી. આ રકમને માટે જોન ઑફ આર્ક ફ્રાન્સને બંધનમુક્ત કરનારને – વેચવામાં આવી, અને તે વળી દેશના દુશ્મનોને, કે જેમણે ફ્રાન્સને એક સૈકા સુધી ધ્રૂજાવ્યું હતું, જેઓ હમેશાં ફ્રેન્ચ લોકોની પૂંઠેજ લાગેલા રહેતા, જેમને જોન ઑફ આર્કે ફટકાવ્યા