આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રપંચ ભેળવી તેઓએ જોન ઉપર છાસઠ આરોપવાળું એક પત્રક ઘડી કાઢ્યું. આ પત્રક ઘડતાંજ નવ દિવસ થયા હતા ! બીજે દિવસે આ મોટો ચોપડો કિલ્લામાં લઇ જવામાં આવ્યો, અને બાર ચુનંદા ન્યાયાધીશો નવી તપાસ માટે પસંદ કરવામાં આવ્યા. જોન ઉપર કયા કયા આરોપ છે, તે તેને સંભળાવતાં કેટલાક તો દિવસો ગયા. ન્યાયાધીશોએ નિર્ણય કરી રાખ્યો હતો કે, જોને પ્રત્યેક મુદ્દાનો ઉત્તર આપવો; અને જો તે ઉત્તર આપવા ના કહે, તો તેને ગુન્હેગાર ઠરાવવી. તેઓ જોન સામે જૂઠા આરોપો ઘડી તેને બચવાનો માર્ગ પગલે પગલે ટુંકો કરી નાખતા હતા.

પછી ચોપડો વંચાવો શરૂ થયો; અને જોન દરેકે દરેક કલમના ઉત્તર આપતી ગઈ. ચો૫ડામાં તેને ડાકણ, સેતાનની સાથી, મૂર્તિપૂજક, નાસ્તિક, અશાંતિ ઉપજાવનાર, લોહી રેડાવનાર, જાતિનો ભેદ ન જાણનાર, ઠગનાર, પાપ ફેલાવનાર અને પોતાને ગુરુ મનાવનાર ઇત્યાદિ ઈત્યાદિ વિશેષણો લગાડવામાં આવ્યાં હતાં. આમ તેના જીવનના પ્રત્યેક બનાવનો આ પાપાત્માઓએ ઉંધો અર્થ કરી પોતાનો કક્કો ખરો મનાવ્યેા હતો. આ છાસઠ આરોપો ગઈ તપાસોમાં ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, એટલે આ તપાસનું વર્ણન કરતો નથી.

જોને પોતાના સ્વર્ગીય સંદેશા પૃથ્વી ઉપર તપાસ માટે મૂકવા ના પાડી; પોતે પોતાને ગુરુતરીકે મનાવતી એ આરોપનો ઈન્કાર કર્યો; તેમજ હાલ તુરતમાં સ્ત્રીનાં વસ્ત્ર પહેરવા ના પાડી. વળી તેણે કહ્યું કે “મેં શાંતિજ ઈચ્છી સુલેહ કરવાનું યુદ્ધ પહેલાં ધાર્યું હતું, પણ તેમ નહિ થતાં અનિચ્છાએ મારે લડવું પડ્યું હતું.” અંગ્રેજો સાથે અસભ્યતાથી વર્તાવાનો આરોપ તેના ઉપર મૂકવામાં આવ્યો, ત્યારે તે બોલી:–

“મારૂં કહ્યું તેઓએ માન્યું હોત તો વધારે ઠીક થાત. સાત વર્ષમાં પોતાની કૃતિનું પરિણામ તેઓ પોતેજ નજરોનજર જોશે.” જોનની આ પ્રખ્યાત ભવિષ્યવાણી હતી. પછી તેઓએ એક નવોજ સવાલ ઉભા કર્યો.

“પરમેશ્વરે પેગંબરતરીકે તનેજ પસંદ કરી, અને બીજા કેાઇને કેમ નહિ ?”

“પોતાનું સાધન ગમે ત્યાં શેાધી લેવાનો ઈશ્વરને હક્ક છે.”

“માણસો ઉપર સત્તા મેળવીને સેનાધિપતિ થઇ તેં સ્ત્રીજાતિ