આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
સાધ્વી ઇલિઝાબેથ

કોઈ વિધવા રાણીને આશ્રય આપશે અને તેની ખબર રાજાને કાને પડશે તો તલવારથી તેના બે કકડા કરી નાખવામાં આવશે, એવી વાતો તેઓ ફેલાવતા હતા.

ઇલિઝાબેથ નિરુપાય થઈને એક ‘સરાય’ – મુસાફરખાનામાં સાધારણ સ્થિતિના એક માણસ પાસે આશ્રયની ભિક્ષા માગી. તેમણે કહ્યું કે “સંસારની બધી સહાયતાથી હું વંચિત રહેલી છું, હવે તો પ્રાર્થનાનોજ મારે આધાર છે.”

નિરાધાર નારીનાં આ વચનો કેટલાં મર્મસ્પર્શી હતાં ! એ સાંભળતાંવાર જ એ માણસનું હૃદય એકદમ પીગળી ગયું. એક ઓરડામાં સૂવર રહેતાં હતાં. ઘરવાળાએ એજ ઓરડો ખાલી કરીને ઈલિઝાબેથને આપ્યો. વિપત્તિમાં પડેલ જનનીએ સંતાનોને ટાઢથી બચાવવા ખાતર એ ગંદા ઓરડામાં પ્રવેશ કર્યો. છોકરાંઓ થાકી ગયાં હતાં, તેઓ તો પડતાંવાર જ સૂઈ ગયાં; પણ ઇલિઝાબેથની આંખોમાં નિદ્રા ક્યાંથી હોય ? એ છોકરાંઓની પડખે બેસીને પ્રાર્થના કરવા લાગ્યાં. એ દુઃખમય રાત્રિએ પણ ઉપાસનાને લીધે તેમના હૃદયમાં આનંદ ઉછળી રહ્યો.

જ્યારે રાત્રિ ઘણી વીતી ગઇ, ચારેતરફ નિસ્તબ્ધતા વ્યાપી ગઇ; ત્યારે એક આશ્રમના દેવળનો ઘંટ વાગ્યો. એક દિવસ ઈલિઝાબેથની ઈચ્છાથી જ એ આશ્રમની સ્થાપના થઈ હતી. એનું મકાન બંધાવવા માટે એમણે જ પુષ્કળ ધન આપ્યું હતું. વિધવા નારીએ આજ પેાતાનાં સંતાનોને લઇને એજ દેવળમાં પ્રવેશ કર્યો. તેમના મર્મસ્થાનને ભેદીને આજે પ્રાર્થના નીકળવા માંડી. એ પ્રાણસ્પર્શી પ્રાર્થના ‘ઇલિઝાબેથ’ ગ્રંથમાંથી અમે નીચે ઉતારીએ છીએ :–

“પ્રભુ ! તારી પવિત્ર ઈચ્છા પૂર્ણ થાઓ. કાલે હું રાજાની રાણી હતી. મારી કેટલી બધી સાહેબી હતી ? આજ હું રસ્તાની ભિખારણ છું, કોઇ મને આશ્રય આપવાને પણ તૈયાર નથી. મારા સુખ અને વૈભવના દિવસોમાં મેં તારી હજુ પણ વધારે સેવા કરી હોત તો હાલ મને કેટલું બધું સુખ મળત. મારું દુર્ભાગ્ય !”

બાળકો ભૂખનાં માર્યાં વળખાં મારી રહ્યાં હતાં. તેઓ કહેતાં :– “મા ! અમને કાંઈ ખાવાનું આપો.”

દુઃખી નારી ખાવાનું ક્યાંથી લાવે ? તેમણે છોકરાંઓની ખાતર પ્રાર્થના કરી. એ વખતે બીજું કાંઈ કરવાની શક્તિ પણ નહોતી, સગવડ પણ નહોતી. દુઃખની પ્રથમ રાત્રિ આજ પ્રમાણે