આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
મહાન સાધ્વીઓ

નાખવાનો પ્રયત્ન કર્યો; પરંતુ એનો એ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. જેના અંતઃકરણને શ્રીહરિએ પોતાના શરણમાં હરી લીધું હોય અને જેણે તેની કૃપાથી આંતરિક મહાભાવોનું કાંઈપણ આસ્વાદન કર્યું હોય; તે મહાભાગ્યશાળી દિવ્ય માનવીને એવા માયિક અસાર આમોદપ્રમોદ કેવી રીતે મોહિત કરી શકે ? ઇલિઝાબેથ હવે કોઈ પણ જાતની રમતગમત કે નાચતમાશામાં સામેલ થતાં નહિ. એ પોતાના પરમપ્રિય પરમાત્મદેવના ધ્યાનમાં ડૂબી જતાં. તેમનું હૃદય એ અલૌકિક મહાભાવ, આનંદ અને અમૃતથી પૂર્ણ થઈ જતું. તે ઉપરાંત એ દયામયી સાધ્વી ગરીબોને ધન અને ભૂખ્યાંઓને અન્ન છૂટથી આપ્યા કરતાં; તેમના બન્ને હાથ પીડિતોની સેવામાં રહેતા.

પરંતુ એટલા પરોપકારથી પણ એમને તૃપ્તિ ક્યાંથી ? સંસારના સેંકડો ધાર્મિક લોકો જેવા પ્રકારનું ધર્મજીવન પ્રાપ્ત કરીને જન્મનું સાર્થક સમજે છે, તેવું ધર્મજીવન તો ઇલિઝાબેથ પ્રાપ્ત કરી ચૂક્યાં હતાં, પરંતુ એટલાથી એમના અંતરમાં રહેલો દેવતા એમને સંતુષ્ટ થવા દેતો નહિ. એ તો એવીજ ઇચ્છા પ્રેર્યા કરતો હતો કે, તેની એ મહાન દાસી ઇલિઝાબેથ પરાભક્તિથી (પ્રભુપ્રેમથી) ગાંડી બનીને પોતાનું સર્વસ્વ તેના(પ્રભુના)જ ચરણમાં સમર્પણ કરે. એટલા માટે તેણે તો હવે પરમ પ્રેમની વીણા વગાડીને ઇલિઝાબેથને પોતાની તરફ વધુ ને વધુ ખેંચવા માંડી. પરિણામ એ આવ્યું કે, ઇલિઝાબેથનું મન બીજા કશાથી ખેંચાયું પણ નહિ અને તૃપ્ત પણ થયું નહિ. કોઈ પણ તપસ્યા, જીવનની કોઈ પણ અવસ્થા, હાથનું કોઈ પણ કાર્ય તેઓ જેવું અને જેટલું કરવા જેવું સમજતાં, તેવું અને તેટલું તેમનાથી થઈ શકતું નહિ. હવે તો પ્રભુ પ્રેમના આવેશમાં આવી એ પ્રેમમસ્ત થઈને ઘરબહાર નીકળવાને આકુળવ્યાકુળ થઈ ગયાં. રાજમહેલનાં ધન, રત્ન તથા સાસુ અને દિયરનો સ્નેહ ઇત્યાદિ તેમને રાજનગરી તરફ આકર્ષી શક્યાં નહિ. સંન્યાસિનીની માફક એકાંત સ્થાનમાં જઇને ધ્યાન અને પ્રાર્થના કરીશ; પેાતાના તન અને મનના પ્રત્યેક અણુ–પરમાણુ, સમસ્ત શક્તિ અને સમસ્ત ભાવ પ્રભાવો હવે તો માત્ર તે દીનબંધુ સર્વેશ્વરનેજ સમર્પણ કરીશ; પીડિત લોકોરૂપે તે ઉન્નત થવાની તક પોતાના જનોને આપી રહ્યો છે, તેની સેવામાં પોતાની જાતના ટુકડે ટુકડા કરીને વહેંચી આપીશ; એવી એવી