આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અનુવાદકની પ્રસ્તાવના

આજથી સોળેક વર્ષ પૂર્વે “ભારતનાં સ્ત્રીરત્નો” ત્રણ ભાગ લખ્યા, ત્યારથીજ મારા હૃદયમાં અભિલાષ હતો કે, અન્ય દેશનાં સ્ત્રીરત્નોનાં પુણ્ય ચરિત્રનો એકાદ ગ્રંથ ગુર્જરી માતા માટે લખુ. એજ ઉદ્દેશ્યથી પ્રેરાઈને દશ બાર વર્ષ ઉપર આમાંનાં સાત ચરિત્રો લખ્યાં હતાં. શ્રીયુત અમૃતલાલ ગુપ્તના ‘તાપસી’ નામના ગ્રંથમાંથી ‘સેઇન્ટ ટેરેસા’ ‘સાધ્વી ઇલિઝાબેથ’ ‘સાધ્વી કેથેરિન’ ‘મેડમ ગેયાઁ’, અને ‘બ્રહ્મવાદિની કુમારી કૉબ’નાં ચરિત્રેાનો અનુવાદ એમની રજા મેળવી કર્યો હતો. રાબેયાનું ચરિત્ર શ્રીયુત ચારુચંદ્ર બંદોપાધ્યાચના એક નાનકડા બંગાળી ગ્રંથનું ભાષાંતર છે. કલકત્તા વિશ્વવિઘાલયમાં ઈ. સ. ૧૯૦૯ ના વર્ષમાં એન્ટ્રન્સની પરીક્ષાના અભ્યાસક્રમમાં એ પુસ્તકને પાઠ્ય પુસ્તક તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. મેરી કાર્પેન્ટરનું ચરિત્ર પ્રસિદ્ધ ગ્રંથકાર સ્વર્ગસ્થ શ્રીયુત રજનીકાંત ગુપ્તના લઘુ ગ્રંથનો અનુવાદ છે. ‘ઝુબેદા ખાતુન’નું ચરિત્ર મુસ્લીમ લેખક મૌલવી શેખ અબ્દુલ જબ્બારના ‘આદર્શ રમણી’ નામક ગ્રંથમાંથી ભાષાંતર કરીને લેવામાં આવ્યું છે. ‘એનિટા’નું ચરત્ર શ્રીયુત યોગેશચન્દ્ર વસુના લેખનો અનુવાદ છે, અને બીજાં ચરિત્રો ‘ભારત-મહિલા’ આદિ માસિકોમાંના લેખના અનુવાદરૂપે છે.

આ ગ્રંથનું નામ મેં તો ‘વિદેશી સ્ત્રીરત્નો’ રાખ્યું હતું, પરતુ પ્રકાશક મહો!દયે ‘મહાન સાધ્વીઓ’ નામથી એનો પરિચય કરાવવાનુ યોગ્ય ધાર્યું છે. આ પુસ્તકમાં વર્ણવેલી સન્નારીઓ સાધ્વી અવશ્ય છે અને એમનાં પવિત્ર ચરિત્રો જગપ્રસિદ્ધ થવા યોગ્ય છે, એ પણ નિર્વિવાદ છે. પરંતુ શોક સાથે સ્વીકારવું પડશે કે, સ્વદેશાભિમાન અને ધર્મ પ્રેમની આડમાં રહેલાં પ્રાદેશિક સંકીર્ણતા અને ધર્માંધતાના દોષને લીધે ભારતના કેળવાયલા વર્ગોમાંથી પણ ઘણા થોડાઓજ અન્યધર્મી મહાપુરુષો અને મહાન સન્નારીએની જીવનકહાણી સાંભળવા પ્રયત્ન કરે છે. ભિન્ન ભિન્ન ધર્મ અને દેશનાં સ્ત્રીપુરુષો એકબીજાની મહાન વ્યક્તિઓના પરિચય મેળવી અન્યોન્ય ભક્તિભાવ પોષે તો સંસારમાંથી અનેક કલહ નાશ પામે. ભક્તોનાં જીવનચરિત્ર માનવજાતિને માટે ઘણાં આદરની વસ્તુ છે. મોહમાયાનાં બંધનોથી જકડાયેલા અને ષટ્-વિકારોથી પીડાતા મનુષ્યોને માટે એવાં ચરિત્રેા ઉપકારક નીવડે છે. આ ચરિત્રોના અભ્યાસથી સહૃદય વાચકને ખાત્રી થશે કે, સર્વ ધર્મોમાં નીતિ, પવિત્રતા અને ત્યાગનાં અનેક સામાન્ય તત્ત્વો રહેલાં છે. પાર્થિવ ધનસંપત્તિ તથા યશ, માન, કીર્તિ વગેરેને લાત મારી સાદુ જીવન ગાળનારા ભાગ્યશાળી જીવોજ સાચા ઈશ્વરભકત અને સાધુ-સાધ્વી ગણાવા ભાગ્યશાળી નીવડે છે. આવાં ચરિત્રોનું અવલોકન