આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
સાધ્વી કેથેરિન

દોડવા-કૂદવામાં વખત ગાળે છે તે વયમાં કેથેરિન હમેશાં સંત સાધુઓના જીવનની કથા સાંભળતી અને એથી એના હૃદયને ઘણો સંતોષ થતો. એ બાલિકાના મનમાં એવા સંકલ્પ ઉત્પન્ન થયેલ કે, હું પણ સાધુઓની પેઠે પવિત્ર જીવન ગાળવાનો યત્ન કરીશ.

વય વધવા સાથે કેથેરિનના અંતરનો અસ્પષ્ટ ધર્મભાવ પણ ખીલવા લાગ્યો. એકાંતમાં બેસીને એમણે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. એમના મનમાં પ્રશ્ન ઉઠવા લાગ્યા કે “ હું ધર્મજીવન કેવા પ્રકારે પ્રાપ્ત કરી શકીશ ? ”

અમે જે સમયની કથા લખી રહ્યા છીએ તે સમયમાં યુરોપમાં એક પ્રકારની સંન્યાસિનીઓ જોવામાં આવતી. એ સંન્યાસિનીઓના જીવનનું લક્ષ્ય તપસ્યા અને લોકસેવા હતું. તેમના ચરિત્રથી આકર્ષાઈ સંન્યાસિની થવાની વાસના તેના મનમાં ઉદ્દભવી.

એક દિવસ પ્રભાતનો સમય હતો, આકાશમાં પ્રકાશની રેખા નીકળી રહી હતી. બેએક પક્ષીઓનાં સુમધુર સંગીત કર્ણ માં પ્રવેશ કરી રહ્યાં હતાં. એવે સમયે કેથેરિન ઘર બહાર જવા લાગ્યાં. એક નિર્જન સ્થાનમાં જવાનો તેમનો ઉદ્દેશ હતો. કોણ જાણે શાથી આજે એમનું મન ઉદાસ હતું. ચાલતાં ચાલતાં એમણે એક રમણીય બગીચો દીઠો. એ સ્થાનના નિરુપમ સૌદર્યે તેમના ચિત્તને ખેંચ્યું. એ ધ્યાનમાં મગ્ન થઈ ગયાં. એકાએક સંસારનાં સેંકડો પ્રલોભનો -લાલચા-એ બાલિકા આગળ ખડાં થઈ ગયાં. રખે પેાતે એ લાલચાના ઉંડા ખાડામાં પડી જાય, રખે પેાતાના સંકલ્પમાં ભંગ થાય, એ ભયથી તેમણે ઈશ્વરની આગળ પ્રાર્થના કરવા માંડી. એજ વખતે એ પ્રલોભનો દૂર થઈ ગયાં અને અંતરમાં દિવ્ય પ્રકાશ ચમકી ઉઠયો. ઈશ્વરે ઈશારાથી કેથેરિનને સમજાવી કે, તેને માટે કુમારીવ્રત ધારણ કરવું એજ શ્રેયસ્કર છે. ત્યારપછી બાલિકાના અંતરમાંથી ફરીથી પ્રાર્થના નીકળવા લાગી કે –“ "હે પ્રભુ ! હું તમનેજ હૃદયથી વરી શકું અને બીજા કોઈને પણ પતિરૂપે ન સ્વીકારું એવું કરો.”

કેથેરિને મનથી સંકલ્પ તો કર્યો કે, હું આખી જીંદગી કુમારી રહીને ધર્મ સાધના કરીશ; પરંતુ એ વાત માતપિતાની આગળ કહેવાની તેની હિંમત ચાલી નહિ. એ વાત જાણતાંજ એમને બહું આઘાત લાગત. કેમકે એમનાં મન ઘણાં કોમળ હતાં અને પ્રાણપ્રિય પુત્રીને યોગ્ય વર સાથે પરણાવી સુખી કરવાને આતુર હતાં. જનની લાપાએ તો કન્યાની બાર વર્ષની વયમાંજ તેનો વિવાહ