આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
સાધ્વી કેથેરિન

પોતાનો પ્રાણ આપ્યો નથી ? X X  આગળ થઈ ગયેલા મહાન ગ્રેગરી પોપની કથા સ્મરણ કરો. એમનો દેહ પણ આપની પેઠે રક્ત અને માંસનોજ બનેલો હતો. ઈશ્વર પણ એ વખતે જેવો હતો તેવોજ અત્યારે પણ છે–અર્થાત અત્યારે પણ અમારે માટે કઈ વસ્તુનો અભાવ નથી, પણ અભાવ છે કેવળ એકમાત્ર ધર્મપાલનનો. અમારામાં અમારા પોતાનાજ પરિત્રાણ- મુક્તિ-ને સારૂ વ્યાકુળતાજ ક્યાં છે ? અમારામાં પ્રભુ માટેની આંતરિક સાચી ભૂખજ કયાં છે ?”

જે સાધ્વી પોપનું અન્યાયી કાર્ય જોઈને તથા તેના તાબાના પાદરીઓનાં અધર્માચરણથી દુઃખી થઈને આ પ્રમાણે તીવ્ર ભાષામાં તેને પત્ર લખી શકે, તેનું મનોબળ કેટલું બધું હશે તે સહેલાઈથી સમજી શકાય છે.

આ શક્તિશાળી સાધ્વી ધર્મજીવનમાં અતિ ઉન્નત અવસ્થાએ પહોંચ્યાં હતાં, તે વાતનો અમે ઉપ૨ ઉલ્લેખ કરી ગયા છીએ. એમનું જીવન ધીમે ધીમે ઈશ્વરની સાથે ઉંડા ચેાગથી જોડાવા લાગ્યું’, એમની આશ્ચર્યકારક આધ્યાત્મિક શકિતની કથા સાંભળીને , જૂદા જૂદા દેશના લોકો એમનાં દર્શન કરવાને આકુળ વ્યાકુળ થઈ રહ્યાં. દૂર દેશાવરથી હજારો લોકો તેમની સેવામાં હાજર થવા લાગ્યાં. એ વિશ્વાસ, પ્રેમ અને પવિત્રતાથી હૃદયને ભરપૂર કરીને પોતાના જીવનમાં અનુભવેલી સત્ય વાણી ઉચ્ચારવા લાગ્યાં. એમના ઉપદેશથી મનુષ્યનું હૃદય પીગળી જતું, અનેક અવિશ્વાસી લાકો પણ ધર્મમાં વિશ્વાસ રાખવા લાગ્યા. કેટલીક વાર તેમની આધ્યાત્મિક શક્તિ જાદુગરના જાદુની પેઠે મનુષ્યના શરીર ઉપર આશ્ચયકારક અસર કરતી અને અસંભવિત મનાતી વાત સંભવિત બની જતી. જે સત્ય અત્યંત દૂર માનવામાં આવતું:, તે સત્ય પ્રત્યક્ષ ખડું થતું. એ વિષયમાં અમે એક પ્રસિદ્ધ ઘટનાનો ઉલ્લેખ કરીશું.

પેરૂગિયા શહેરમાં એક ધનવાન યુવક રહેતો હતો. તેનું નામ ટેલેડો હેતુ. એ જમીનદાર હતો. સાયેના ગવર્નમેન્ટે તેની વિરુદ્ધ રાજ્યદ્રોહ અને પ્રપંચનો મુકદ્દમો ઉભો કર્યો. એ યુવકમાં બીજા સેંકડો જાતના દોષો હતા, પરંતુ તેણે રાજદ્રોહ કે કાવતરું કર્યું નહોતું. એનો દોષ કેવળ એટલોજ હતો કે, એણે સરકારને થોડાક સખ્ત શબ્દો સંભળાવ્યા હતા. બસ, આટલા અપરાધ સારૂ સાચેનાની સરકારે તેને પ્રાણદંડની સજા ફરમાવી. એ દંડની