આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
સાધ્વી ટેરેસા

ચોપડીઓ વાંચવા લાગી. તેની જે દષ્ટિ અત્યારસુધી ઉંચે ઈશ્વરની તરફ હતી, તે હવે નીચે પૃથ્વીનાં મનુષ્યોના ઉપર પડવા લાગી. પોતાના જીવનમાં થયેલા આ ફેરફારવિષે ટેરેસાએ પોતે લખ્યું છે કેઃ “એ વખતમાં હું ઘણાં સારાં કપડાં પહેરવા લાગી. લોકો મને જોઈને ઘણા ખુશ થાય એજ મારા મનનો અભિલાષ હતો. વાળ ઓળવામાં તથા એ સંબંધી બીજી ટાપટીપ કરવામાં હું બહુંજ કાળજી રાખતી અને શરીરે ઉંચા પ્રકારનું અત્તર ચોળતી. એ સમયમાં ઠાઠમાઠ કરવાનીજ ઇરછી પ્રબળ થઇ પડી હતી."

પેાતાના આત્મચરિત્રમાં અન્ય સ્થાને ટેરેસા લખે છે કેઃ-

"એ સ્ત્રીની સાથે બહેનપણાં બાંધવાથી મારામાં ખૂબ ફેરફાર થયો. આત્માનો ધર્મભાવ નાશ પામવા લાગ્યો. એ સ્ત્રી તથા એક બીજા માણસે મારા હૃદય ઉપર એમનાં ચરિત્રની છાપ પાડી. એને માટે હું બીજાના દોષ શા સારૂ કાઢું ? વાંક તો મારોજ હતો. એમ છતાં પણ પાપ ઉપર મને અતિશય તિરસ્કાર હતો. એને લીધે મનમાં કેાઈ કોઈ વાર પાપની કંપારી છૂટવા ઉપરાંત બીજા કેાઈ મલિન વિચારો મારા હૃદય ઉપર અધિકાર જમાવી શક્યા નહોતા. * * જે યુવક પ્રત્યે મારો પ્રેમ બંધાયો હતો તેની સાથે લગ્ન કરવાથી કાંઈ ભયંકર અપરાધ થાય એમ નહોતું. ધર્માચાર્ય આગળ મારા જીવનની એ બધી વાત હૈયું ખોલીને કહી હતી. તેમણે કહ્યું હતું કે, એમાં ઈશ્વરાજ્ઞા વિરુદ્ધ કોઈ અયોગ્ય કાર્ય મેં કર્યું નથી. ”

મનસ્વી ટેરેસા એ હૃદય સાથે સંગ્રામ કરીને લગ્નની અભિલાષા પણ મનમાંથી કાઢી નાખી. થોડા સમય સુધી એક ધર્મહીન યુવક તરફ તેનું જે મન ઝૂકયું હતું, તે મનને ત્યાંથી હઠાવી લઈને હવે તેણે વિવેકને તાબે કર્યું. પરંતુ એ સમયે પણ બાલ્યાવસ્થાનાં સરળ વિશ્વાસ, ભક્તિ તથા વૈરાગ્ય તેમના હૃદયમાં પાછાં આવ્યાં હતાં કે નહિ એમાં સદેહ છે. ટેરેસાના પિતાએ કન્યાને હવે ઘેર રાખવી એ ઠીક ગણ્યું નહિ. કારણ કે એની મોટી બહેનનું લગ્ન થઈ ગયું હતું, અને ઘર આગળ તેની દેખરેખ રાખનાર કેાઈ સ્ત્રી હતી નહિં. એવી અવસ્થામાં ઉંમરલાયક છોકરીને ઘર આગળ કેવી રીતે રાખે ? તેના ઉપર દેખરેખ કોની રહે? એ બધા વિચારોથી લાચાર બનીને તેમણે કન્યાને સંન્યાસિનીઓના મઠમાં અર્થાત્ કોન્વેન્ટમાં મોકલી આપી. એ વખતે ઘણી કન્યાઓ મઠમાં રહીને