આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
મહાન સાધ્વીઓ

પડ્યાં એ હમેશાં ધર્મગ્રંથનો પાઠ કરતાં અને વ્યાકુળ ચિત્તે ઈશ્વરપ્રાર્થના કરતાં. ધર્માર્થી મુમુક્ષુજનને સારૂ તો ઉંડા આધ્યાત્મિક ભાવોથી ભરેલા ગ્રંથોનો પાઠ અને વ્યાકુળ ચિત્તે કરેલી પ્રાર્થના, એ એ બાબતો ઈશ્વર ઉપર વિશ્વાસ અને ભક્તિ જગાડવા અને ખીલવવાના સર્વોત્તમ ઉપાય છે. ટેરેસાએ એ પ્રમાણે કરતાં કરતાં જ ઈશ્વરને પરિચય મેળવ્યો , થોડા દિવસ સુધી તો તેમનું હૃદય વિશ્વાસ અને પ્રભુપ્રેમથી પૂર્ણ થઈ રહ્યું. ઈશ્વરના ઉપર પૂરો ભરોસો રાખીને તથા રોગની અવસ્થામાં પ્રેમસ્વરૂપ ભગવાનની પ્રીતિ મેળવીને તેમણે બધી શારીરિક વેદનાને હસતે મોંએ સહન કરી. આશ્રમવાસી બીજી સ્ત્રીઓ આ તરુણીનું ઈશ્વરવિશ્વાસનું બળ, વ્યાધિનું દુઃખ ખમવાની સહનશીલતા, પરનિંદા અને પરચર્ચા તરફ અણગમો ઈત્યાદિ દૈવી ગુણો જોઇને બહુ વિસ્મય પામી અને તેઓએ ટેરેસા પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમ દર્શાવવા માંડચે. ટેરેસાએ લખ્યું છે કે “ હું આ સિદ્ધાંત કોઈ દિવસ વિસરી ગઈ નથી કે, મારા વિષયમાં કોઈ માણસ દ્વારા જે પ્રકારની વાત થયાથી મને નારાજી થતી હોય તેવા પ્રકારની વાત બીજા લોકેાના સંબંધમાં કરવી, એ જરાપણ વ્યાજબી નથી. જે લોકો મારી સાથે નિરંતર વાસ કરતાં, તેમના ઉપર મારા આ વિચારની અસર પડી છે અને જરૂર તેમણે પરનિંદાની ક્ષુદ્રતાનો ત્યાગ કર્યો છે. આશ્રમમાં બધાં એક વાત તો સમજી ગયાં છે કે, જે ઠેકાણે હું બેઠી હોઉં તે ઠેકાણે બીજું તો ભલે થાય, પણ પરનિંદા કદાપિ થઇ શકશે નહિ.”

ટેરેસાએ બીજે એક સ્થળે લખ્યુ છે કે “રોગથી પીડાતી વખતે મને ઈશ્વર તરફથી જે વિશ્રામ, સમજણ અને અનુભવ મળ્યાં છે તે પણ જે રોગની સાથે મારા અંતરમાંથી નીકળી જવાનાં હોય, તો તો હું સાજી થવાનું નહિ ઈચ્છતાં હમેશને માટે ખાટલેજ પડી રહેવા માગું છું. મેં જ્યારે જોયું કે, આ દુનિયાઈ દાકતરો પોતની ચિકિત્સાથી મને કાંઈ પણ આરામ કરી શકયા નહિ, ત્યારે મે સ્વર્ગીય ચિકીત્સક અર્થાત્ પરલોકવાસી સાધુ જોસેફના આત્માનું શરણ લીધું હતું; અને મારો વિશ્વાસ છે કે, એમનીજ કૃપાથી મે પક્ષાઘાત રોગમાંથી સંપૂર્ણ છુટકારો મેળવ્યેા હતો.”

સંન્યાસિની ટેરેસાએ રોગશય્યામાં જે ત્રણ વર્ષ ગાળ્યાં તેને તેમનામાં ધર્મજીવન જાગવાની પ્રાથમિક અવસ્થા કહી શકાય, ત્યારપછી તેમના જીવનમાં લાગેલગાટ આઠ વર્ષસુધી શ્રેય અને