આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
માહાત્માજીની વાતો.

પરીણામ એ આવ્યું કે ડાહ્યા ડમરાઓ મુરખાનું રાજ્ય છોડી ચાલ્યા ગયા, માત્ર સાદા રહ્યા. કોઇની પાસે ધન દોલત ન મળે. મહેનત મજુરી કરી પોતાનુ પોષણ કરવા લાગ્યા. અને તે ગામમાં વખતો વખત સાધુ પુરૂષો ચઢી આવતા, તેઓની આ બધા માણસો આગતાસ્વાગતા કરતા.


પ્રકરણ ૧૦ મું.


સેતાન તો તેના ગુલામોની રાહ જોઇ રહ્યો હતા કે તેઓ મુરખરાજ અને તેના ભાઈઓ ને પછાડવાના ખબર ક્યારે લાવે? પણ ખબર તો ન આવ્યા. તે પોતે તપાસ કરવા નીકળી પડ્યો. ખુબ ઢુંઢતાં ત્રણ ગુલામોને જોવાને બદલે તેણે તો ત્રણ પાતાળીયા ખાડા જોયા.

આથી તેણે વિચાર્યું કે “એટલું તો ચોખ્ખું દેખાય છે કે ગુલામો પોતાના પ્રયત્નમાં સફળ નથી થયા. હવે તો મારે જાતે ગયે છુટકો છે.”

પછી તે પેલા ભાઈઓને શેાધવા ગયો. તેણે જોયું કે તે પોતાને અસલ ઠેકાણે નહતા, અને ત્રણે જણ રાજ્ય કરતા હતા. આ તેને બહુ દુઃખરૂપ થઇ પડ્યું પહેલો તે સમશેરને ત્યાં ગયો. સેતાને સેનાધીપતિનો વેષ લીધો હતો. સલામ કરીને સેતાન બોલ્યો “મહારાજાધીરાજ, મેં સાંભળ્યું છે કે આપ બહાદુર લડવૈયા છો, આપની કૃપાથી લડાઈનું કામ હું સારૂં જાણું છું, અને બંદાને નાકરી આપશો તો મારી ફરજ બજાવીશ.”

સમશેર ભોળવાયો, લલચાયો, નૈ સેતાનને નોકર રાખ્યો.

નવા સેનાધિપતીએ નવા સુધારા ખુબ દાખલ કર્યાં. ઘણા માણસો જે તેના મનને વધારે ધંધાવાળા લાગતા હતા, તેઓને સીપાઈગીરી કરવાની ફરજ પાડી, જુવાનીયા માત્રની પાસે સીપાઈગીરીની