આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
માહાત્માજીની વાતો.

મોટા બધા રોવા લાગ્યા એને બોલ્યા તમે આમ શું કામ કરો છો ? અમારો માલ તમને જોઇએ તો લઇ જાઓ પણ નકામું નુકશાન ન કરો તો તમારો પાડ”

સિપાઇઓ પીગળી ગયા. તેઓએ લુંટફાટ કરવાની ચોખ્ખી ના પાડી, અને રાજાને છોડી ચાલતા થયા.


પ્રકરણ ૧૨ મું.


આમ સેતાન નાસીપાસ થયો. તેનુ સેનાપતિપણું મુરખરાજની રૈયત આગળ કામ ન આવ્યું, એટલે હવે ભાઇબંધ નાણાવટી બન્યો. તેણે મુરખાના રાજમાં નાણાવટીની દુકાન કહાડી નાણાંથી મુરખરાજને અને તેની રૈયતને હંફાવવાની તેણે આશા બાંધી.

સેતાન મુરખરાજ કને જઇ બોલ્યો “આપનું ભલું કરવા મારી ઉમેદ છે, હું આપની રૈયતને ડહાપણ શીખવવા માગું છું. એક કોઠી હું આપના રાજ્યમાં રહી સ્થાપવા ઇચ્છું છું ”

મુરખરાજે જવાબ આપ્યો “માર રાજમાં સુખેથી રહો, ને જે કંઇ ઠીક હોય તે કરો.”

બીજે દહાડે સેતાને ચૌટામાં જઇ માણસોને એકઠા કર્યાં. તેની પાસે મહોરોની થેલી હતી તે બોલ્યો.

“તમે લોકો ઢોરની માફક રહેતા જણાઓ છો, માણસને છાજે તેમ રહેતાં તમને બતાવું એ પ્રમાણે ઘર બાંધવામાં મને મદદ રો. મારી દેખરેખ નીચે તમારે કામ કરવું ને હું તમને મહેનતાણા બદલ સોનાની મહેારો અપીશ.

આટલું કહી તેને મહોરો બતાવી.

મહોરો જોઇ અચંબો પામ્યા. તેઓમાં નાણાનું ચલણ નહતું, તેઓ એક બીજાની સાથે માલનું સાટું કરતા, ખેડુતો દાણાઓથી કાપડીયા પાસેથી કાપડ લે, મજુર જોઇએ તો દાણો દઇ મજુરી