આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માહાત્માજીની વાતો.

તુટી પડી અને આખી દુનિયાના દેખાવો પ્રત્યક્ષ થયા. હવે સત્યવાન બોલ્યો કે જો, આ તારા બાપની દશા તેં કેવી કરી. પેલો ચોર જેલમાં વધુ બદમાશી શીખ્યો. એણે તારા બાપના બે બળદ ચોર્યાં, અને હવે ઘરને આગ લગાડે છે. શિવદયાળે પોતાનું ઘર બળતું દીઠું. ત્યાંથી નજર ફેરવી તેની મા તરફ જોયું, તો તેવામાં તે ગમગીનીમાં બોલી, “અરે! ચોર મારે હાથે મુઓ તેના કરતાં એણે મને મારી હોત તે કેવું ભલું થાત! હું કેટલા પાપથી છુટત?” આ તારી માની દશા તેં કરી, હવે બે દારોગાએ પકડેલો એક ચોર તેમની નજરે પડ્યો. સત્યવાન તેને દેખાડી બોલ્યા, “આ માણસે નવ હત્યા કરી છે. પોતાનાં પાપનો જવાબ એને દેવો પડત, પણ તેં તેને મારીને તેનાં પાપ તારે માથે લીધાં છે. આ તારી પોતાની દશા તેં કરી. પેલી રીંછણે ધોકો ઉછાળ્યો ને તેના બચ્ચાંને વાગ્યું. ફરી ઉછાળ્યો તેનું મોટું બચ્ચું માર્યું ગયું. વળી જોરથી ઉછાળ્યો તે પોતે મરી ગઇ તેં પણ એવું જ કર્યું, હવે તને ૩૦ વર્ષની મુદત આપું છું, જેથી સંસારમાં જઇને સારાં કર્મો કરી ચોરનાં પાપો ધેાઇ નાંખ. જો એ તારાથી નહીં બને તો ચોરની સજા તારે ખમવી પડશે.

“ચોરનાં પાપો હું કેમ ધોઇ શકીશ?” શિવદયાળે ચિંતાતુર ચહેરે પૂછ્યું.

સત્યવાને જવાબ દીધો, “તેં દુનિયામાં જેટલાં પાપ કર્યાં છે તેટલું ભલું કરીશ ત્યારે તારાં અને ચોરનાં બંનેનાં પાપ માફ્ થશે.”

શિવદયાળે ફરીથી પૂછ્યું, “સંસારનાં પાપો કેમ ધોવાય ?” સત્યવાને જવાબ દીધો, “પૂર્વ દિશામાં તું ચાલવા માંડ. ત્યાં એક ખેતર આવશે. તેમાંના માણસોને તું જાણતો હોય તો કહેજે. વળી આગળ જજે ને જે જુવે તે ધ્યાનમાં રાખજે, ચેાથે દિવસે એક વન આવશે. તે વનમાં એક ભોયરૂં છે. તેમાં એક ઘરડો માણસ રહે છે. તારી કહાણી એને કહેજે. એ તને શિખામણ આપશે. તેની શિખામણ પ્રમાણે બરોબર ચાલીશ એટલે તારાં અને ચોરનાં પાપ ધોવાઇ જશે.