આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
માહાત્માજીની વાતો.

પ્રકરણ ૧૧ મું.

બીજા દશ વરસ પણ પસાર થઈ ગયાં. શિવદયાળ હજી જીવે છે, હવે તેને કોઈ પ્રકારની કામના રહી નથી, તે નિર્ભય થઈ ગયો છે. તેનું હૃદય આનંદમાં મસ્ત રહે છે. એક દિવસ તે વિચારે છે કે ‘પ્રભૂએ માણસને કેવું સુખ આપ્યું છે. તેમ છતાં તેઓ ઠાલાં ઠાલાં દુઃખી થાય છે. અખંડ છોડીને તેઓ દુઃખને જ વળગી રહે છે.” આવો વિચાર કરતાં તેને માણસનાં પાપો યાદ આવ્યાં, તેઓ હાથે કરીને કેમ દુઃખ વ્હોરી લે છે એ પણ તેને યાદ આવ્યું. તેને તેમની દયા ઉપજી, તે મનમાજ નિશ્ચય કરી ઉઠ્યો મારે અહીં નિરાંતે રહેવુ એ ખોટું છે. અજ્ઞાનીઓને સત્ય વાત સમજાવવા મારે બહાર જવું જોઇએ.” આવો નિશ્યચ થતાંની સાથે જ લુંટારાને પસાર થતાં દીઠો. તે સમજાવ્યો સમજતો નથી તેથી તેને કહેવા પ્રયત્ન કરવો વ્યર્થ છે એમ વિચાર કરે છે. એટલામાં વળી પેાતાના નિશ્ચયની વાત યાદ આવે છે. એટલે ઉઠી રસ્તો લુંટારાની સામે ગયો. લુંટારો ગમગીનીથી નીચી દષ્ટિએ ચાલતો હતો. શિવદયાળે તેને જોયો કે તેનું દીલ દયાથી પીગળી ગયું, તેની પાસે જઇ બોલ્યો "ભાઇ જાગીને જો. તારા દીલમાં ઇશ્વરનો વાસો છે. કપટરૂપી પડદાથી તે તારી દ્રષ્ટિએ નથી પડતો. એ કપટવડે તું દુઃખી થાય છે; બીજાને દુ:ખી કરે છે; અને હજી તું બહુ દુ:ખી થઇશ. પ્રભુની તારી ઉપર કેવી દયા છે ! ભાઈ, એનો અનાદર ન કર. તારૂં જીવન ઇશ્વર સન્મુખ કર. લુંટારો બાજુએ ફરી કરડું મોઢું કરી ચાલવા લાગ્યો. શિવદયાળે તેને ન છોડયો, તેને નમીને તે રડી પડયો.

લુંટારાએ પોતાની આંખ ઊંચી કરી, તે તેની સામે એક ટશે જોઈ રહ્યો, અંતે ઘેાડા ઉપરથી ઉતરી પડી શિવદયાળને પગે પડ્યો, અને બોલ્યો કે "વૃદ્ધ મહાત્મા, તમે મને જીતી લીધો છે, વીસ વરસ સુધી મેં તમારાથી ઝગડો કર્યો, પણ અંતે હું હાર્યો છું. હવે પછી