આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
માહાત્માજીની વાતો.

ખાઇને જ આવશે. એટલે ખાવાનું તેના ભાગનું બાકી રહશે. તેથી આવતી કાલે બધાને ચાલી રહે એટલું ખાવાનું તો છે. આમ વિચારો કરી તે પોતાના ધણીનું એક જુનું કુડતુ જે તદ્દન ફાટી ગયું હતું તે સીવવા બેઠી, અને તરંગો કરવા લાગી, “મારો ધણી હમણાં આવશે અને મારે સારૂં તેમજ છોકરાઓને સારૂં કપડાં લઇને જ આવશે, હું ધારું છું કે ઉઘરાણી મળી હશે, અને જરૂર કપડાં લઇ આવશે. પહેરવાનાં કપડાં ન હોવાથી મારાથી તેમજ છોકરાંઓથી બહાર પણ નીકળાતું નથી. જો ઉઘરાણી નહીં મળી હોય તો પાસે જે જુજ પૈસા છે. તે દારૂ પીવામાં તો ન ઉડાડી દે ! આટલી જ મને ધાસ્તિ છે.” આમ ઘોડા ઘડતી હતી. તેવામાં બારણે ઓટલા ઉપર પગલાંનો અવાજ સંભળાયો. તે કુડતું એક બાજુએ મુકી ઉઠી, એટલે નથુને એક માણસ સાથે બારણામાં પેસતો જોયો.

પોતાના ધણીના જોડા અને અંગરખુ પણ તે પુરૂષે પહેરેલાં જોઇ વિચાર વમળમાં પડી, પોતાના ધણીની પાસે ઉભી રહેતાં તુરતજ તેને દારૂની વાસ આવી. નથુની પાસે કંઇપણ સામાન ન જોયો. તેનો ચહેરો ઉદાસીન અને ફીક્કો પડી ગયેલો જોઇ વિચાર્યું કે પોતાની પાસેના પૈસાનો દારૂ પી ગયો છે, અને સાથે આ રસ્તે ચાલતા ભીખારી દારુડીઆને પણ ઉપાડી આવ્યો છે. નથુ અને દેવદુત આગળ ઓરડા તરફ્ ચાલવા લાગ્યા અને સ્ત્રી પણ પાછળ વિચાર કરતી ચાલી. એણે પોતાનું અંગરખુ આને પહેરાવ્યું છે, અને કોટ નીચે કુડતું પણ એની પાસે દેખાતું નથી અને માથાપર ટોપી પણ નહોતી. દેવદુત ઓરડામાં પેઠો કે એક જગ્યાએ હાલ્યા ચાલ્યા સિવાય ફક્ત નીચી નજર રાખી ઉભો રહ્યો. નથુની સ્ત્રીએ વિચાર્યું કે એ સારો માણસ નથી અને પીધેલા જેવો લાગે છે. એમ વિચાર બાંધી પોતે રસોડામાં ગઇ, અને શું વાતચીત થાય છે તે સાંભળવા લાગી. નથુ પોતાની ટોપી ઉતારી બાંકડા પર બેસી ગયો. તે સમજ્યો કે ઘરમાં