આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રસ્તાવના.

અધ્યાત્મજ્ઞાન પ્રસારક ગ્રંથમાળાનું આ બીજું પુસ્તક બહાર પાડતાં અમને અત્યંત આનંદ થાય છે. આ પુસ્તકમાં આવેલી વાત મહાત્મા ટૉલ્સ્ટોયની લખેલી છે. તેને ગુજરાતીમાં મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીજીએ આફ્રીકામાં છપાવી હતી. તે ઉપરથી અમે મહાત્માજીની રૂબરૂમાં પરવાનગી લઇ આ વાતો ભાગ્યોદય માસીકમાં છાપી હતી, અને તેમાંથી એકત્ર કરી આ જુદા પુસ્તક રૂપે છપાવી પ્રકટ કરી છે.

આ પુસ્તકમાં સંગ્રહ કરેલી વાતો સત્યને રસ્તે ચઢાવનાર, જ્ઞાન આપનાર અને મનુષ્યના જીવનમાં ઉત્તમ ફેરફાર કરે તેમ હોવાથી તેને પુસ્તક રૂપે પ્રકટ કરી અધ્યાત્મજ્ઞાન પ્રસારક ગ્રંથમાળાના ગ્રાહકોને આપવી યોગ્ય ધારી છે તેના લેખક મહાત્મા ગાંધીજી છે એટલે તેની પ્રશંસા કરવી વ્યર્થ છે.

આવી રીતે ગ્રંથમાળાના ગ્રાહકોને ઉપયોગી પુસ્તકો આપવાનો અમારો દૃઢ નિશ્ચય છે. અને તે સસ્તી કિંમતે અપાતાં હોવાથી જનસમુદાયને તેના ગ્રાહક થવાથી ઘણો લાભ થવા સંભવ છે. તમે તમારા મિત્રોને તેના ગ્રાહક બનાવી યોગ્ય લાભ આપશો તો અમારો શ્રમ સાર્થક ચશે.

અમદાવાદ.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક
કાર્યાલય.
તા. ૬–૬–૧૯૨૩



જેઠાલાલ દેવશકર દવે
સંપાદક
અધ્યાત્મજ્ઞાન પ્રસારક કાર્યાલય.