આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
જીવન દોરી

ભારે પવન ફૂંકાતો હોવાથી મારાથી ઊંચે ચઢી શકાયું નહિ, મારી પાંખો તુટી પડી. તે સ્ત્રીનો આત્મા એકલોજ ઇશ્વર પાસે ચાલ્યો ગયો. અને હું આપે જે દેવળની સામે રસ્તાની બાજુએ પહેલો મને જોયો હતો ત્યાં નગ્નાવસ્થામાં પડ્યો.”


પ્રકરણ ૧૧ મું.


હવે નથુ અને તેની સ્ત્રી જોઇ શક્યાં કે તેમણે ઘરમાં કેવા મનુષ્યને રાખ્યો હતો, અને કેવા મનુષ્યની સાથે તેઓ રહેતાં હતાં. થોડો વખત થયા પછી દેવદૂતે કહ્યું કે “હું તે ગલીમાં દેવળ પાસે નગ્નાવસ્થામાં પડ્યો હતો સંસારમાં મનુષ્ય પ્રાણીઓને શેની શેની જરૂર છે ? દરિદ્રતા અને ભુખ, થંડી અને ગરમી એ શું છે ? ટુંકામાં મનુષ્ય પ્રાણી બને શું શું આવશ્યકતા છે તેની મને કંઇજ સમજણ નહોતી. અને તમારી સાથે રહ્યાથી હવે હું મનુષ્ય થયો છું. દેવળ નજીક હું અત્યંત ઠંડીથી અકળાઇ ગયો હતો, પરંતુ મને ખબર નહોતી કે મારે શું કરવું. હું દેવળમાં જવા ઇરાદો રાખતો હતો પરંતુ દરવાજાને અંદર તાળુ વાસેલું હોવાથી હું અંદર જઈ શક્યો નહીં. જેથી હું આખરે દેવળની ભીંતની નજીક બેસી ગયો. સાંજ પડી ગઇ અને મને થંડી અને ભુખ લાગવા માડી. એકાએક એવામાં મેં રસ્તાની બાજુએ એક માણસને આવતાં જોયો. તે આપજ હતા. હું પૃથ્વી ઉપર મનુષ્ય થઇને પડ્યો પછી કોઇપણ માણસને પહેલાં જોયો હોય તો આપજ હતા. પ્રથમ તો આપનો ચહેરો જોઈ મને અત્યંત ભય ઉત્પન્ન થતો અને હું પાછળ ફરીને બેઠો. આપ આપની સાથેજ વાત કરતા હતા કે આવી સખત થંડીમાંથી કેવી રીતે બચવું : સ્ત્રી અને છોકરાંઓ સારૂ ખાવાનું કેવી રીતે મેળવવું; આ સર્વ હું સાંભળતો હતો. અને મેં વિચાર્યું કે હું પણ થંડી અને ભુખથી અતિશય પીડાઉં છું. આપે મને જોયો અને આપને ધાસ્તી ઉત્પન્ન થઈ ને