આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
માહાત્માજીની વાતો.

છોડેજ નહીં. એટલે મેં તેનું હળ ભાંગ્યું. મુર્ખો તો ઘેર દોડી ગયો, બીજું હળ લાવ્યો. અને વળી ખેડ શરૂ કરી. એટલે હું જમીનની નીચે પેઠો, હળના દાંતા ઝાલ્યા. મુર્ખાએ તો દાંત કચડીને, વાંકા વળીને, તો જોર કર્યું કે મારા હાથપણ કપાઈ ગયા. તેણે તા લગભગ આખું ખેતર ખેડી કાઢ્યું છે. માત્ર એક નાનકડો ચાસ બાકી છે, હવે તો તમે બેઉ મારી મદદે આવો અને આપણે મુર્ખાને પછાડીએ તો ઠીક, નહીં તો આપણીબધી મહેનત ફોકટમાં જશે. મુર્ખો જો ખેતરમાં મચ્યો રહેશે તો તેઓમાં ખરેખરો ભુખમરો દાખલ નહીંજ થાય. અને તે એકલો તેના બન્ને ભાઇનું પોષણ કરશે.”

સમશેરબહાદુરવાળો ગુલામ બીજે દહાડે છુટો થવાની આશા રાખતો હતો એટલે તેણે તેજ દહાડે મદદ કરવાનું વચન આપ્યું. અને ત્રણે ગુલામ પાછા કામે ચઢ્યા.


પ્રકરણ ૩ જું.


મુરખરાજે એક નાનકડા ટુકડા સીવાય બધી જમીન ખેડી નાંખી હતી, અને હવે તે ટુકડો પુરો કરવા આવ્યો હતો. તેના પેટમાં દરદ હતું. છતાં ખેડતો કરવી જ જોઇએ એમ તેને લાગ્યું. તેથી હળ જોડ્યું અને કામ શરૂ કર્યું. એક ફેરો પુરો કર્યો અને હળ પાછું વાળ્યું. ત્યારે કેમ જાણે સખત મુળીયામાં ભરાઈ ન ગયું હોય એમ તેને લાગ્યું. પરંતુ એતો પેલો ગુલામ હતો, તેણે પોતાના પગ અંદર ભરાવી દીધા હતા, અને હળને ખેંચી રાખવા માંગતા હતો.

મુરખરાજે વિચાર્યુ, “આતે કેવુ અજાયબ જેવું! મુળીયું તો તો ક્યાંય દેખાતું નથી. પરંતુ પેલું હોવુ જોઇએ.” એમ કહી મુરખરાજે હાથ ઉંડો નાંખી આમ તેમ ફેરવ્યો, અને જે હાથમાં આવ્યું તે પકડી રાખી ખેંચી કહાડ્યું. એ મુળીયાંની માફક કાળું લાગતું હતું, પણ તેના હાથમાં તે તરફડતું હતું. એ તે પેલો ગુલામજ તો.