આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અમદાવાદના મજૂરોને [ અમદાવાદના મજૂરાની સભામાં અપાયેલું વ્યાખ્યાન આ વખતે તમારી સભા જોઈને મને અત્યંત આનંદ થાય છે. તમારી હાલતના જે કા હેવાલ ભાઈ ગુલઝારીલાલે સભળાખ્યા છે તે તમે બધા ભાઈઓએ અથવા તમારામાંથી ઘણા ભાઈ આ જે નજીક બેઠા છે તેમણે સાંભળ્યા હશે. મજારાની જવાબદારી એ હેવાલની અંદર આપણે એ વસ્તુ જોઈએ છીએ. એક તા મજૂરનું મહાજનમ'ડળ સ્થાપવામાં રહેલા ફાયદા, અને તેની સાથે મહાજનમડળ સ્થપાયા છતાં પણ હજી રહેલી અનેક પ્રકારની તકલીફા અને મુશ્કેલીએ, તમે જેટલી પ્રગતિ કરેલી છે, જેટલા સુધારા તમે કરી શક્યા છે, તેને માટે તમને ધન્યવાદ ઘટે છે. જેમ એક મજૂર ભાઈ એ ઊભા થઈને તમને સંભળાવ્યું તેમ એ સુધારાને માટે તમે તે જ જવાબદાર છે. અને તે જ રીતે જેટલી ત્રુટિએ, મુશ્કેલીઓ અને મુસીબતા રહેલી છે તેની જવાબદારી પણ તમારી ઉપર જ છે. મિલમાલિકાની ફરિયાદો કરવી, ખામી ખતાવવી એ સહેલું છે. પણ જ્યારથી તમારા પ્રસંગમાં હું આવ્યે છું, તમારી ઓળખાણુ એ કરેલી છે, ત્યારથી હું તમને સંભળાવી રહ્યો છું કે જે જે મુસીખતા મજૂરી ઉપર પડે, તેને માટે પહેલા મજૂરા જ જવાબદાર છે, અને જો કે મહાજનમ ડળ સ્થાપવાનું એક કારણ એ છે કે તમારી ફરિયાદો માલિકા પાસે એકઠા થઈ તમે લઈ જઈ શકે અને સુધારણા કરાવી શકે; તે છતાં