આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હોય તો તેનો નિશ્ચય એ વ્રત ન કહેવાય. એ રાક્ષસી વૃત્તિ છે. અને અમુક નિશ્ચય જે પુણ્યરૂપે જણાયો હોય તે આખરે પાપરૂપ સિધ્ધ થાય તો તે છોડવાનો ધર્મ અવશ્ય પ્રાપ્ત થાય છે. પણ એવી વસ્તુને વિષે વ્રત કોઈ લેતું નથી, લેવું જોઈએ નહિ. જે સર્વમાન્ય ધર્મ ગણાયો છે પણ જે આચરવાની આપણને ટેવ નથી પડી તેને વિષે વ્રત હોય. ઉપરના દૃષ્ટાન્તમાં તો પાપનો આભાસમાત્ર હોય. સત્ય કહેતાં કોઈને હાનિ થઇ જશે તો? એવો વિચાર સત્યવાદી કરવા ન બેસે. સત્યથી આ જગતમાં કોઈને હાનિ થતી નથી ને થવાની નથી, એવો પોતે વિશ્વાસ રાખે. તેમ જ મદ્યપાન વિષે. કાં તો એ વ્રતમાં દવા તરીકે અપવાદ મૂક્યો હોય, અથવા તો ન મૂક્યો હોય તો શરીરનું જોખમ વહોરવાનો વ્રતની પાછળનો નિશ્ચય હોય. દવા તરીકે પણ દારૂ ન પીવાથી દેહ જાયે તોયે શું! દારૂ લેવાથી દેહ એવો જ રહેશે એવો પટ્ટો પણ કોણ લખાવી શકે છે? અને તે ક્ષણે દેહ નભ્યો ને બીજી જ ક્ષણે કોઈ બીજા કારણસર જાય તેનું જોખમ કોને માથે? અને એથી ઉલટું, દેહ જતાં છતાં પણ દારૂ ન લેવાના દૃષ્ટાન્તની ચમત્કારિક અસર દારૂની બદીમાં ફસાયેલાં મનુષ્યો ઉપર થાય એ જગતનો કેટલો બધો લાભ છે! દેહ જાઓ અથવા રહો, મારે તો ધર્મ પાળવો જ છે એ ભવ્ય નિશ્ચય કરનારા જ ઈશ્વરની ઝાંખી કોઈ કાળે કરી શકે છે. વ્રત લેવું એ નબળાઈસૂચક નથી પણ બળસૂચક છે. અમુક વસ્તુ કરવી ઉચિત છે તો પછી કરવી જ એનું નામ વ્રત, અને એમાં બળ છે. પછી આને વ્રત ન કહેતાં બીજે નામે ઓળખો તેની હરકત નથી.પણ 'બનશે ત્યાં લગી કરીશ' એમ કહેનાર પોતાની નબળાઈ કે અભિમાનનું