આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
માણસાઈના દીવા
 

છે. પણ તમારે હજારોની લૂંટો કરવી પડે છે, કારણ કે તમારે તમારા આશરાવાળાઓને દેવું પડે છે; સિપાઈઓને પણ દેતા હશો. તમારે મફત પેટ ભરીને બેસવું પાલવે નહિ."

ડાકુઓ પાસે આનો સાચો જવાબ નહોતો. જૂઠો જવાબ વાળીને દલીલો કરવાની તેમની વૃત્તિ નહોતી. તેઓ મૂંગા રહ્યા. થોડી વાર રહીને એક આદમીએ મુસાફરને પૂછ્યું (અવાજ પરથી એ જુવાન જણાતો હતો) : "સીસપેનનો કકડો હશે તમારી કને ?"

"હા."

"કાગર ?"

"છે."

"તો આલશો ? તમારા ગામના બામણ સોમા મથુર પર અમારે ચિઠ્ઠી લખવી છે."

"શું ?"

"—કે રૂપિયા પાંયશે પોગાડી જાય; નહિતર ઠાર માર્યો જાણે. એ ચિઠ્ઠી સોમા મથુરને આલી આવજો."

અત્યાર સુધીના વાર્તાલાપમાં એકધારો મીઠો અને સુરીલો, કોઈ કુલીન વહુવારુના કંઠ સમો ધીરો ચાલ્યો આવતો મુસાફરનો અવાજ આ વખતે સહેજે ઊંચો થયો. એણે કહ્યું : "એવી ચિઠ્ઠીઓ લખવાને માટે મારાં સીસપેન-કાગળ નથી; અને એવી ચિઠ્ઠીઓ પહોંચાડવા માટે હું આવ્યો નથી. હું તો મારા ગામ જઈને ગામલોકોને તૈયાર કરવાનો કે 'ખબરદાર બનો. બહરવટિયાઓ આવે છે. તેમની સામે આપણે લડવાનું છે. તેઓ ગામ પર હાથ નાખે તે પૂર્વે આપણે મરવાનું છે."

"મારા હારા ભાન વન્યાના !" બીજાઓ પેલાને એકીસાથે ઠપકો આપી ઊઠ્યા : "મૂંગો મરી રે'ને મહારાજને તે એવું કહેવાતું હશે ! હારો મૂરખો નઈ તો—"

પછી એક જણે મુસાફર તરફ ફરીને કહ્યું : "એ તો હારો હેવાન