આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૮
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

તેઓની માંગણી એવી હતી કે જો આપણે હડતાલ બંધ રાખીએ તો તેઓ સરકારને ત્રણ પાઉંડના કર બાબત લખાણ કરે; આ કંઇ સત્યાગ્રહીથી કબુલ ન થાય. આપણને ધણીઓની સાથે વેર ન હતું. હડતાલનો હેતુ ધણીઓને દુ:ખ દેવાનો ન હતો. માત્ર આપણે દુ:ખ ઉઠાવવાનો હતો. એટલે કોલસાની ખાણના ધણીની સલાહ માન્ય ન થાય તેવી હતી. હું પાછો ન્યુકાસલ આવ્યો. મજકુર મીટીંગના પરિણામે મેં જણાવ્યું તેમ ઉત્સાહ વધ્યો. વધારે ખાણોમાં કામ બંધ થયું.

આજલગી મજુરો પોતપોતાની ખાણમાં રહેતા હતા. ન્યુકાસલની કારભાર મંડળીયે વિચાર્યું કે જ્યાં લગી ગીરમીટીયા પોતાના શેઠની જમીનમાં રહે ત્યાં લગી હડતાલની પુરી અસર પડે નહિ. તેઓ લલચાઇને અથવા ડરીને કામ શરૂ કરે એ ભય હતો. અને શેઠનું કામ ન કરવું છતાં તેના ઘરમાં વસવું અથવા તેનું નીમક ખાવું એ અનીતિ ગણાય. આમ ગીરમીટીયાઓનું ખાણો પર રહેવું દોષિત હતું. છેલ્લો દોષ તે સત્યાગ્રહના શુધ્ધ પ્રયાસને મલીન કરનાર જણાયો. બીજી તરફથી હજારો હિંદીને ક્યાં રાખવા, તેઓને કેમ જમાડવા એ ભારે કામ હતું. મી. લેઝર્સનું મકાન હવે નાનું જણાયું. બીચારી બે ઓરતો રાત દિવસ મહેનત કરતાં પણ પહોંચી શકે એમ ન લાગ્યું. તેમ છતાં પણ ગમે તે જોખમ ઉઠાવી ખરૂંજ કરવું એ નિશ્ચય થયો. ગીરમીટીયાઓને પોતાની ખાણ છોડી ન્યુકાસલ આવવાના સમાચાર મોકલવામાં આવ્યા. આ ખબર મળતાંજ ખાણોમાંથી કુચ શરૂ થઇ. બેલંગની ખાણના હિંદીઓ પહેલા આવી પહોંચ્યા. ન્યુકાસલમાં તો કેમ