આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૯
ગાંધીજીનો જેલનો અનુભવ.

થયો કેમકે મારે મને પહેલા ડેપ્યુટેશન કરતાં આ ડેપ્યુટેશન મોટું થયું. તે પછી તુરતજ મી. કેલનબેક પકડાયા અને તે પણ મી. પોલાકની પેઠે ત્રણ માસની જેલમાં જઇને બેઠા. આગેવાનોને પકડ્યા પછી લોકો નમી જશે એમ માનવામાં સરકારે તો ભૂલજ કરી. બધા હડતાલીઓઓને ચારેક ખાસ ટ્રેનો ભરી ડંડી તથા ન્યુકાસલમાં પાછા ખાણો ઉપર લઇ જવામાં આવ્યા. ત્યાં તેઓના ઉપર ભારે જુલમ થયો. તેમને બહુ સહન કરવું પડ્યું. પણ સહન કરવાને તો બધા બહાર પડેલાજ હતા. સૌને આગેવાનો વગર પોતાનું બળ બતાવવાનું હતું, અને તે તેમણે બતાવી આપ્યું. કેવી રીતે બતાવ્યું તે જગત જાણે છે.

કવિ દયારામે ખરૂં ગાયું છે કે -

મહા કષ્ટ પામ્યા વિના કૃષ્ણ કોહોને મળ્યા,
ચારે યુગના જુઓ સાધુ શોધી;
વહાલ વૈષ્ણવ વિષે વીરલાને હોય બહુ;
પીડનારા જ ભક્તિ વિરોધી. મહા૦

ધ્રુવજી પ્રલ્હાદજી ભીષ્મ બળિ વિભિષણ,
વિદુર કુંતિ કુંવર સહિત દુખિયાં;
વસુમતિ દેવકી નંદજી યશોમતી,
સકલ વ્રજ ભદ્ર દુખિ ભક્ત સુખિયાં. મહા૦

નળ દમયંતી હરિશ્ચંદ તારાનયની,
રૂકમાંગદ અંબરિષાદિ કષ્ટિ;
નરસિંહ મેહેતો ને જયદેવ મીરાંજની
પ્રથમ પીડા પછી સુખની વૃષ્ટિ. મહા૦